- 45 લાખ પ્રવાસીઓના 10 વર્ષ જૂના ડેટાની કરાઇ ચોરી
- 26 ઓગસ્ટ 2011થી 3 ફેબ્રુઆરી 2021નો ડેટા ચોરાયો
- જન્મ તારીખથી લઇ પાસપોર્ટની માહિતી ચોરાઇ
- પ્રવાસીઓના ક્રેડિટ કાર્ડનો ડેટા પણ લીક
- એર ઇન્ડિયાનું નિવેદન, પ્રવાસીઓ પોતાના પાસવર્ડ તુરંત બદલે
- સ્ટાર અલાયન્ઝ અને એર ઇન્ડિયા એકાઉન્ટનો ડેટા પણ ચોરાયો
સરકારી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયામાં અત્યાર સુધીનો ઔથી મોટો સાયબર એટેક થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં મોટા પ્રમાણમાં પ્રવાસીઓનો દેતા લીક થવાના મામલા સામે આવી રહ્યા છે. કંપનીના કહેવા પ્રમાણે આ ઘટનાથી 45 લાખ મુસાફરોના ડેટાને અસર થઈ છે. કંપનીએ કહ્યું કે તેમાં ગ્રાહકોની વ્યક્તિગત વિગતો, નામ, જન્મ તારીખ, સંપર્ક, પાસપોર્ટની માહિતી, ટિકિટની માહિતી, સ્ટાર એલાયન્સ, એર ઇન્ડિયા ફ્રીકવન્સ ફ્લાયર ડેટા (પાસવર્ડ ડેટા પ્રભાવિત નથી) અને ક્રેડિટ કાર્ટની માહિતી શામેલ છે.
એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર ડેટા ભંગની આ ઘટના 26 ઓગસ્ટ 2011 થી 3 ફેબ્રુઆરી 2021 ની વચ્ચે બની હતી. ક્રેડિટ કાર્ડ અંગે કંપનીએ કહ્યું કે અમારા ડેટા પ્રોસેસરો પાસે સીવીવી / સીવીસી નંબર નથી. પાછળથી અમારા ડેટા પ્રોસેસરએ ખાતરી કરી કે અસરગ્રસ્ત સર્વર પર કોઈ પણ પ્રકારની અસામાન્ય પ્રવૃત્તિ જોવા મળી નથી.