Rajkot News : રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના મેટોડા જીઆઇડીસી (GIDC) ગોપાલ નમકિન ફેક્ટરીમાં આગ લાગી છે. રાજકોટના ફાયર ફાઈટર દ્વારા આગને કાબુમાં લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભીષણ આગનો બનાવ બનતા આસપાસના વિસ્તારના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ભીષણ આગમાં જાનહાનિ ટળી છે.
રાજકોટના મેટોડા GIDC ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. ગોપાલ નમકિનની ફેક્ટરીમાં આગ લાગી છે. ફાયર દ્વારા આગને કાબુમાં લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દૂર દૂર સુધી લાગેલી આગની ધૂમાડાઓ જોવા મળતાં બનેલ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં. આગની ઘટનામાં કોઈ વ્યક્તિ સાથે જાનહાનિ થઈ નથી. હજુ 4 દિવસ પહેલા જ ગોપાલ નમકિનની ફેક્ટરીમાં GSTની રેડ પડી હતી.
આગની જાણ થતા રાજકોટ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. જો કે, બવાન સમયે 2000 જેટલાં કામદારો હાજર હતા, કામદારોમાં નાસભાગ મચી હતી. તથા ફેક્ટરીમાં બોક્સ અને પ્લાસ્ટિક બેગ વધુ પ્રમાણમાં હોય આગ વિકરાળ બની હોવાનું લાગી રહ્યું છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે.
ગોપાલ નમકીનમા લાગેલ આગ મામલે મોટી ખબર આગ પર કાબું મેળવવામાં 24 કલાક લાગી શકે છે : ઈન્ચાર્જ ફાયર ઓફિસર અમિત દવેનું નિવેદન
આ પણ વાંચો: બેંગલુરુમાં સાત માળની બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ આગ લાગી, 20 શ્રમિકો ફસાયા, એકનું મોત
આ પણ વાંચો: અમેરિકામાં લેન્ડિંગ વખતે પ્લેનમાં આગ લાગી, 190 મુસાફરો સલામત
આ પણ વાંચો: અમદાવાદમાં એક્રોપોલીસ મોલમાં આગ લાગી, ચોતરફ દોડધામ