Surat News: સુરતનાં માંગરોળમાંજીઆઈડીસી ખાતે આવેલી કંપનીમાં ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો છે. ભીષણ આગ લાગતા લાશ્કરો ઘટનાસ્થળે પહોંચી આગને ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આગ લાગવાનું કારણ શોધી રહી છે.
માંગરોળમાં પાલોદ GIDC માં આવેલી જી.એમ.પ્લાસ્ટિક ગલીમાં આવેલી સાંઈ લક્ષ્મીમાં આગ લાગી હોવાથી ચકચાર મચી ગઈ છે. આગ વિકરાળ બનતાં ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા છે. ભીષણ આગ લાગતા ચાર જેટલાં ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફાયર ટીમ આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી રહી છે. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
આ પણ વાંચો:અમરેલીમાં શું પિતાની જેમ પુત્રી પણ રાજકારણનો સ્વાદ ચાખી શકશે…
આ પણ વાંચો:અમદાવાદમાં બિલ્ડરોની ભાગીદારીનો ભોગ બનતી પ્રજા
આ પણ વાંચો:ડીસામાં PM મોદીના કોંગ્રેસ પર પ્રહાર ‘તેમના રાજકુમારે OBC સમાજનું અપનામ કર્યું’