Asia Cup/ વરસાદ રોકાતા મેચ ફરી શરૂ,પાકિસ્તાન પર હારનું સંકટ,ભારત મજબૂત સ્થિતિમાં

પાકિસ્તાન સામે પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે વિરાટ કોહલી અને કેએલ રાહુલની સદીની મદદથી 50 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 356 રન બનાવ્યા હતા

Top Stories Sports
2 2 4 વરસાદ રોકાતા મેચ ફરી શરૂ,પાકિસ્તાન પર હારનું સંકટ,ભારત મજબૂત સ્થિતિમાં

વરસાદ રોકાતા  મેચ ફરી શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાને 11 ઓવરમાં 44 રન બે વિકેટના નુકશાન પર કર્યા છે.  ભારત ટૂંક સમયમાં 20 ઓવર પૂરી કરવાનો પ્રયાસ કરશે. મેચ સંપૂર્ણપણે ભારતના નિયંત્રણમાં હોય તેવું લાગી રહ્યું છે.

એશિયા કપ 2023ના સુપર 4ની ત્રીજી મેચ કોલંબોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહી છે. એશિયા કપની સુપર 4 મેચમાં પાકિસ્તાન સામે પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે વિરાટ કોહલી અને કેએલ રાહુલની સદીની મદદથી 50 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 356 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ અને વિરાટ કોહલી સદી ફટકારીને અણનમ પરત ફર્યા હતા. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદી અને શાદાબ ખાને 1-1 વિકેટ લીધી હતી. 357 રનના લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાને બે વિકેટ ગુમાવી દીધી છે. પાકિસ્તાનની ઇનિંગ્સની 11મી ઓવરમાં વરસાદના કારણે મેચ રોકી દેવામાં આવી હતી. પાકિસ્તાને 2 વિકેટ ગુમાવીને 44 રન બનાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભારત તરફથી વિરાટ કોહલીએ અણનમ 122 રન બનાવ્યા જ્યારે લોકેશ રાહુલે અણનમ 111 રન બનાવ્યા. શુભમન ગિલે 58 રન બનાવ્યા જ્યારે કેપ્ટન રોહિત શર્માએ 56 રન બનાવ્યા. ભારતે સોમવારે 24.1 ઓવરમાં 147/2ના ગઈકાલના સ્કોરથી આગળ 356 રન બનાવ્યા હતા. ભારતે સોમવારે રિઝર્વ ડે પર એક પણ વિકેટ ગુમાવી ન હતી અને 25.5 ઓવરમાં 209 રન બનાવ્યા હતા.