અમદાવાદ/ બાપુનગરમાં ડ્રગ્સ સાથે મહિલા સહિત બેની ધરપકડ

અમદાવાદના બાપુનગર વિસ્તારમાંથી એમડી ડ્ર્ગ્સ ઝડપાયું છે.  મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરીને ડ્રગ્સ સહિત 19.56 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Ahmedabad Gujarat
YouTube Thumbnail 2023 11 02T152902.422 બાપુનગરમાં ડ્રગ્સ સાથે મહિલા સહિત બેની ધરપકડ

Ahmedabad News: અમદાવાદના બાપુનગર વિસ્તારમાંથી એમડી ડ્ર્ગ્સ ઝડપાયું છે.  મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરીને ડ્રગ્સ સહિત 19.56 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.  સાદિક ઉર્ફે બાબુ અંસારી અને રૂકસનાબા ઉર્ફે આયેશા અંસારીની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ સપ્લાયર મુંબઈનો વોન્ટેડ આરોપી હોવાનું બહાર આવ્યું છે.

અમદાવાદ પોલીસ દ્વારા શહેરમાં ડ્રગ્સ ધંધાને રોકવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ ડ્રગ્સના દાણચોરોની ધરપકડ કરી રહી છે અને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરી રહી છે. ત્યારે SOG ક્રાઈમને બાતમી મળી હતી કે બે શખ્સો ડ્રગ્સ લઈને બાપુનગર પાસેથી પસાર થવાના છે. આ માહિતીના આધારે એસઓજીએ આ બે લોકોને પકડીને તેમની પાસેથી 194 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું હતું. સાદિક ઉર્ફે બાબુ અંસારી અને રૂકસનાબા ઉર્ફે આયેશા અંસારીની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે.

આ બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે તેમને ડ્રગ્સ આપનાર વ્યક્તિ મુંબઈનો વોન્ટેડ આરોપી છે. તેઓ મુંબઈથી ડ્રગ્સ લાવ્યા હતા અને અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં વેચવા જતા હતા. અને તે અમદાવાદ શહેરમાં પણ આ જ રીતે જથ્થાબંધ વેચાણ કરતો હતો.

સમગ્ર મામલામાં પોલીસે હાલ તપાસ તેજ કરી છે. આ મામલામાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને બંને આરોપી અત્યાર સુધીમાં ક્યા ક્યા અને કેટલા લોકોને ડ્રગ્સ આપી ચુક્યા છે.આ સમગ્ર બાબતને લઇને પોલીસે હાલ તપાસ શરુ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બાપુનગરમાં ડ્રગ્સ સાથે મહિલા સહિત બેની ધરપકડ


આ પણ વાંચો:1 લાખ કરતા વધુ પગાર ધરાવતો SMCનો અધિકારી આસિસ્ટન્ટ સાથે લાંચ લેતા ઝડપાયો

આ પણ વાંચો:દિવાળીના તહેવારને ST વિભાગનો એક્શન પ્લાન, વતન લઈ જવા ST દોડાવશે વધારાની 2000 બસ

આ પણ વાંચો:તિસ્તા સેતલવાડ અને તેમના પતિ ગુજરાત પોલીસને નથી આપી રહ્યા સહયોગ, SC એ કહી આ વાત

આ પણ વાંચો:આશ્રમશાળાના શિક્ષકે વિદ્યાર્થીનીને અશ્લીલ વીડિયો બતાવી કર્યા અડપલા