Not Set/ નર્મદાની પેટા પાઇપ લાઇન મામલે ખેડૂતોની બેઠક,ચાર માંગનો મુક્યો પ્રસ્તાવ

રાજકોટ, નર્મદાની એન સી 37 પેટા પાઇપ લાઇન મામલે રાજકોટ કલેક્ટર રાહુલ ગુપ્તા સાથે ખેડૂતોની બેઠક મળી હતી. બેઠકમાં જેતપુર તાલુકાના ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર સાથે નર્મદાની પાઇપ લાઇન મામલે ચર્ચા કરી હતી. બેઠકમાં કલેક્ટર સમક્ષ ખેડૂત આગેવાનોએ ચાર માંગનો પ્રસ્તાવ મુક્યો હતો. જેમાં ખેડૂતોની જમીન ભાડા પટ્ટા ઉપર લેવી. જમીન સંપાદનના આર […]

Top Stories Gujarat Others
mantavya 419 નર્મદાની પેટા પાઇપ લાઇન મામલે ખેડૂતોની બેઠક,ચાર માંગનો મુક્યો પ્રસ્તાવ

રાજકોટ,

નર્મદાની એન સી 37 પેટા પાઇપ લાઇન મામલે રાજકોટ કલેક્ટર રાહુલ ગુપ્તા સાથે ખેડૂતોની બેઠક મળી હતી. બેઠકમાં જેતપુર તાલુકાના ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કલેક્ટર સાથે નર્મદાની પાઇપ લાઇન મામલે ચર્ચા કરી હતી. બેઠકમાં કલેક્ટર સમક્ષ ખેડૂત આગેવાનોએ ચાર માંગનો પ્રસ્તાવ મુક્યો હતો. જેમાં ખેડૂતોની જમીન ભાડા પટ્ટા ઉપર લેવી.

જમીન સંપાદનના આર ઓ યુ 25 મીટરથી ઘટાડી 9 મીટર કરવું. પાઇપ લાઈન નાખવાનું અધૂરું કામ તાત્કાલિક પૂરું કરવું અને ખેડૂતોએ સંપાદન કરેલી જમીનનું વળતર બજાર કિંમત કરતા 4 ગણું આપવું. બેઠક બાદ આગામી સમયમાં ખેડૂતોની માંગ સ્વીકારાશે કેમ તે જોવાનું રહ્યું..

ખેડૂતો ની માંગણી મુજબ

1 – ખેડૂતોની જમીન ભાડા પટ્ટા ઉપર લેવી.

2 – ખેડૂતોની જમીન સંપાદનના ROU 25 મીટર થી ઘટાડી 9 મીટર કરવું

3 – ખેડૂતો સંપાદન કરેલ જમીન નું વળતર બજાર કિંમત કરતા 4 ગણું આપવું

4 – પાઇપ લાઈન નાખવાનું અધૂરું કામ તાત્કાલિક પૂરું કરવું