@મોહસીન દાલ
મેગા ડિમોલેશન ઓપરેશન : જાંબુઘોડાના પ્રવેશદ્વારે સુખી નદીના પુલને અડીને નવી શરતની ખેતીની જમીનમાં ઉભી કરવામાં આવેલ ૮ દુકાનોના ધંધાકીય સામ્રાજ્ય ઉપર હાલોલના ઈન્ચાર્જ પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણાએ પોલીસ ફોર્સ સાથે બુલડોઝર ફેરવીને જમીન દોસ્ત કરી દેતા ભારે ચકચાર પ્રસરી જવા પામી હતી.
જાંબુઘોડા ગામમાં પ્રવેશતા જ સુખી નદી ઉપર બનાવવામાં આવેલા નવા પુલ પાસે સર્વે નં.૧૩૪ની બિનખેતી પ્રીમિયમપાત્ર નવી શરતની જમીન ને બિનખેતીની કોઈ પણ જાતની પરવાનગી વગર છેલ્લા ૨૦ વર્ષથી અનઅધિકૃત રીતે બાંધકામ કરી ઉભી કરી દેવામાં આવેલી ૦૮ જેટલી પાકી દુકાનો ઉપર ઈન્ચાર્જ હાલોલ પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણાએ તમામ વહીવટી તંત્રને સાથે રાખી જે.સી.બી. ફેરવી દેવામાં આવ્યું છે.
જાંબુઘોડા ગામના પ્રવેશ દ્વારે આવેલ સુખી નદીના પુલ પાસે સર્વે નં. ૧૩૪ ઉપર જોટવડ ગામના ગોવિંદભાઈ નટુભાઈ બારીઆ એ ૨૦ વર્ષ પહેલાં દુકાનો ઉભી કરી હતી. આ સર્વે નં. ૧૩૪ ની જમીન નવી શરતની બિનખેતી પ્રીમિયમને પાત્ર હતી જેની બિનખેતીની પરવાનગી માટે ભરવાનું પ્રીમિયમ ભર્યા વગર અને બિનખેતીની કોઈ પણ પ્રક્રિયા કર્યા વગર બાંધકામની કોઈપણ મંજૂરી વગર જ ૦૮ જેટલી દુકાનો ઉભી કરી દેવામાં આવી હતી.
હાલોલ પ્રાંત અધિકારી તરીકે ચાર્જમાં આવેલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણાએ ટીમ સાથે સ્થાનિક વહીવટી તંત્ર અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખીને આ શોપિંગ સેન્ટર ઉપર અનઅધિકૃત રીતે કરવામાં આવેલ ૦૮ દુકાનોના બાંધકામને બે જે.સી.બી લગાવી જમીનદોસ્ત કરી દેવામાં આવતા જ ગેરકાયદે બાંધકામ કરતા માફિયાઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.
આ પણ વાંચો:મેચના દર્શકોએ 1000 કિલો પ્લાસ્ટિક કચરો કાઢ્યો,કોર્પોરેશને દસ બાંકડા બનાવ્યા
આ પણ વાંચો:ગુજરાતમાં ફરી ઘાતક કોરોનાની રિએન્ટ્રી..! જાણો ક્યાં નોંધાયા
આ પણ વાંચો:વડોદરામાં નકલી રોયલ્ટી પાસનો થયો પર્દાપાશ, સરકારી તિજોરીને 3 લાખ ઉપરાંતનું નુકશાન
આ પણ વાંચો:સીએમ ભુપેન્દ્ર પટેલે છઠ્ઠી સ્માર્ટ હેકાથોનને પ્રારંભ કરાવ્યો