જમ્મુ -કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે મોટો દાવો કર્યો છે. કે જ્યારે તેઓ જમ્મુ -કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે અંબાણી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સાથે જોડાયેલા યુવાનોની ફાઇલો કલિયર કરવાના બદલામાં તેમને 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી. ભૂતપૂર્વ ગવર્નરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા પણ કરી હતી અને કહ્યું હતું કે તે સમયે પીએમએ તેમને ભ્રષ્ટાચાર સાથે સમાધાન ન કરવાનું કહ્યું હતું અને તેમણે ટેકો પણ આપ્યો હતો.
રાજસ્થાનના ઝુનઝુનુમાં હાજર રહેલા સત્યપાલ મલિકે કહ્યું, ‘કાશ્મીર ગયા પછી મારી પાસે બે ફાઈલો આવી. એક અંબાણીની ફાઇલ હતી અને બીજી આરએસએસ સાથે જોડાયેલી હતી જે અગાઉની મહેબૂબા મુફ્તી-ભાજપ ગઠબંધન સરકારમાં મંત્રી હતા. તેઓ પીએમ મોદીની ખૂબ નજીક હતા.
સત્યપાલ મલિકે આગળ કહ્યું, ‘મને સચિવો દ્વારા જાણ કરવામાં આવી હતી કે આમાં કૌભાંડ થયું છે અને પછી મેં બદલામાં બંને સોદા રદ કર્યા હતા. સચિવે મને કહ્યું કે બંને ફાઈલો માટે 150-150 કરોડ રૂપિયા આપવામાં આવશે. પણ મેં તેમને કહ્યું કે હું પાંચ કુર્તા-પાયજામા લઈને આવ્યો છું અને એટલું જ લઈને નીકળીશ. કહેવામાં આવી રહ્યું છે કે સત્યપાલ મલિકના આ નિવેદનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
મેઘાલયના હાલના રાજ્યપાલે આ બે ફાઇલો વિશે વિસ્તૃત માહિતી આપી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મલિક સરકારી કર્મચારીઓ, પેન્શનરો અને પત્રકારો માટે લાવવામાં આવેલી ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી સંબંધિત ફાઇલનો ઉલ્લેખ કરી રહ્યા હતા. જેના માટે સરકારે અનિલ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ સાથે સોદો કર્યો હતો.
ઓક્ટોબર 2018 માં, જ્યારે સત્ય પાલ મલિક જમ્મુ અને કાશ્મીરના ગવર્નર હતા, ત્યારે તેમણે કેટલીક અનિયમિતતાની ધારણા રાખીને રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ કંપની સાથેનો સોદો રદ કર્યો હતો. બે દિવસ પછી, ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોને આ સોદા વિશે માહિતી આપતી વખતે, રાજ્યપાલે તેમને કરારની તપાસ કરવા કહ્યું કે તેમાં કોઈ પ્રકારનો ભ્રષ્ટાચાર છે કે નહીં.