Mahesana News: રાજ્યમાં હાથવણાટનો કસબ હવે મૃતઃ પ્રાય સ્થિતિમાં છે. એક સમયે 100 પરિવારો કામ કરતા હતા હાથ વણાટનું કામ, હાથ વણાટનું કામ કરતા પરિવારોએ જગ્યા ના અભાવે ઉદ્યોગ છોડ્યો, હાલમાં ફક્ત બે જ પરિવારો હાથશાળનું કામ કરી ગુજરાન ચલાવે છે
ગુજરાત સરકાર દ્વારા નાના-મોટા તમામ પ્રકાર ના ઉદ્યોગો ને પ્રોત્સાહન આપી રહી છે અને તેના કારણે ગુજરાતમાં ઔદ્યોગીકરણ ખુબ જ મોટા પ્રમાણ માં અને ઝડપી બન્યું છે.પરંતુ મહેસાણા જિલ્લામાં વર્ષો જુનો હસ્તકલાનો હાથશાળ ઉદ્યોગ હાલ માં મૃતઃ પ્રાય સ્થિતિમાં આવી ગયો છે, કારણ કે હસ્તકલાને ગુજરાત સરકાર તમામ પ્રકાર ની સહાય કરે છે પણ સરકાર દ્વારા હાથવણાટ ઉદ્યોગને સગવડ આપવા માં ના આવી તેના કારણેઆ ઉદ્યોગ હાલ માં પડી ભાગ્યો છે.એક સમયે 100 કરતા વધુ પરિવારો હાથશાળ ઉદ્યોગ સાથે જોડાયેલા હતા એને પોતાની રોજી રોટી મેળવતા હતા પણ હાલ માં ફક્ત બે જ પરિવારો હાથશાળ નું કામ કરી રહ્યા છે.
મહેસાણા જિલ્લાના લીંચ ગામ માં વર્ષો પહેલા હાથ વણાટ તરીકે પ્રચલિત હાલનો હાથશાળ ગૃહઉદ્યોગ ખુબ જ મોટા પ્રમાણમાં ચાલુ થયો હતો.૧૦૦ કરતા વધુ લીંચ ગામના વણકર ભાઈઓ હાથ વણાટનું કામ કરતા હતા અને મોટા પ્રમાણમાં રોજગારી મેળવતા હતા.
હાથ વણાટનું હાથશાળ નું કાપડ ખુબ જ મજબુત,ટકાઉ અને સસ્તું હોવાથી એક સમયે મોટા પ્રમાણમાં આ ગૃહઉદ્યોગ વિકાસ પામ્યો હતો, પરંતુ વર્ષો વીતવા ની સાથે હાથ વણાટના કામ ધીરેધીરે ફેરફાર થવા લાગ્યો અને નાના સાધનોના સ્થાને હાથ વણાટના મોટા સાધનોનો ઉપયોગ શરુ થવા લાગ્યો.આમ,હાથ વણાટના કાપડનો ધંધો મોટો થવા લાગ્યો, પણ કાપડ બજારમાં અન્ય કાપડો આવતા હાથ વણાટના કાપડ નું બજાર ઘટવા લાગ્યું હતું. આમ છતાં મહેસાણા જિલ્લાના લીંચ ગામ નું હાથ વણાટનું કામ ખુબ સારું હોવાથી તેની માંગ બજારમાં બહુ હતી,,પરંતુ સરકારની સહાય સામે સગવડો ના મળવા થી હાથશાળના ગૃહઉદ્યોગ ઉપર અસર પડી છે
લીંચ ગામમાં ૧૦૦ કરતા વધુ પરિવારો એક સમયે હાથ વણાટના કાપડ નું કામ કરતા હતા અને ધીરેધીરે તમામ પરિવારો હાથ વણાટ નું કામ જગ્યા ના અભાવે બંધ કર્યું અને છેલ્લે 20 જેટલા પરિવારો એ હાથ વણાટનું કામ ચાલુ રાખ્યું હતું.પરંતુ ૨૦ પરિવારો માંથી પણ હાથશા ના હાથ વણાટ ના સાધનો મુકવાની અને કામ કરવાની જગ્યાના અભાવે 18 જેટલા પરિવારો એ સાગમટે હાથ વણાટ નું કામ સદંતર બંધ કરી દીધું છે.
સ્થાનિક વણાટ નું કામ કરતા લોકોએ મંડળી ઉભી કરી અને સરકારની વિવિધ સહાયો મેળવી હાથ વણાટ નું હાથશાળ ઉદ્યોગ બેઠો કરવા નો પ્રયાસ કર્યો પણ,,,હાથ વણાટનું કરતા પરિવારો પાસે જગ્યા નો અભાવ રહેતો હોવાથી હાથ વણાટનું કામ બંધ થયું છે અને હાલમાં બે જ પરિવારો હાથશાળનું કામ કરી રોજગારી મેળવી રહ્યા છે.
લીંચ ગામમાં હાલમાં બે પરિવારો હાથશાળ નું હાથ વણાટનું કામ કરી રહ્યા છે. સ્થાનિક કક્ષાએ મોટા પ્રમાણ માં ઉત્પાદન ના હોવાથી તેનું બજાર નથી…હા,,એ વાત ચોક્કસ છે કે સમય જતા હાથ વણાટ નું કામ કરતા આ કારીગરો એ રૂમાલ,ચાદરો,પછેડીઓ અને અન્ય જરૂરી કાપડો નું રંગબેરંગી ઉત્પાદનો શરુ કર્યા છે.પરંતુ સ્થાનિક કક્ષા એ બજાર નો અભાવ અને કાચો માલ અમદાવાદથી લાવવો પડતો હોવાથી હાલમાં જોબવર્ક સ્વરૂપે બે પરિવારો હાથશાળ નું કામ કરે છે અને રોજગારી મેળવે છે.
આ પણ વાંચો: ગુજરાતના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે સિધ્ધિ પ્રાપ્ત કરનાર કારીગરોને પુરસ્કૃત કરાશે
આ પણ વાંચો: રાજકોટમાં બનતા ‘ઇકત પટોળા’ને મળ્યો ‘GI’ ટેગ
આ પણ વાંચો: ભારતીય વણકરોને કેવી રીતે મળશે વિશ્વનું સૌથી મોટું બજાર, હેન્ડલૂમ સેક્ટરમાં ઝડપી વિકાસની જરૂર