Mehasana news: મહેસાણા દૂધસાગર ડેરીનું ટર્નઓવર રૂ. 7,594 કરોડ પર પહોંચ્યું છે. ડેરી દ્વારા રૂ. 402 કરોડના ભાવવધારાની જાહેરાત કરવામાં આવી છે. ચેરમેન અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષમાં ડેરીનું ટર્નઓવર રૂ. 2,482 કરોડ વધ્યું હતું.
દૂધના ભાવમાં રૂ. 170 જેટલો વધારો થયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં દૂધ ઉત્પાદકોને રૂ. 1,188 કરોડ રૂપિયા મળ્યા છે. સાગર દાણના ભાવમાં ઘટાડાથી દૂધ ઉત્પાદકોને રૂ. 250 કરોડનો ફાયદો થયો છે. ડેરીના કર્મચારીઓના વીમા લાભમાં 500 ટકા વધારો કરાયો છે. આ ઉપરાંત 10 ટકા ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી હતી.
તેની સાથે દૂધ ઉત્પાદક મંડળીઓને સોલર પ્લેટની સહાય 25,000થી વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી હતી. પાડી દાણમાં સબસિડી વધારવામાં આવી હતી. તેના લીધે દાણ 990ના બદલે 500 રૂપિયામાં મળશે. દૂધસાગર ડેરીના સામાન્ય સભામાં આ ઉપરાંત કંપનીની કામગીરી અંગે સવિસ્તર માહિતી આપવામાં આવી હતી.
આ પણ વાંચો: રથયાત્રા માટે ભગવાનનાં વાઘા તૈયાર, જાણો ક્યારે મંદિરના પ્રાંગણમાં વાઘા મૂકાશે
આ પણ વાંચો: અમદાવાદમાં ઠગોએ સોનાની લૂંટ આદરી
આ પણ વાંચો: કેબિનેટ મિનિસ્ટર પાટીલે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ