દેશમાં છેલ્લા 20 દિવસથી દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડીની ઝપટમાં છે. આગામી દિવસોમાં પણ રાહત મળવાની આશા નથી. આ વખતે ઘણી એવી હવામાન પરિસ્થિતિઓ સર્જાઈ હતી, જેના કારણે ઉત્તર ભારતને ઠંડી પડવાની ફરજ પડી હતી. તેમાં લા નીનાની અસર, પાકિસ્તાનથી બિહાર સુધી વિસ્તરેલું વાદળનું આવરણ અને હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ અને હિમવર્ષાનો સમાવેશ થાય છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર સોમવારથી ઉત્તર પશ્ચિમ ભારતમાં વધુ ઠંડી પડવાની શક્યતા છે.
આ પણ વાંચો – U19 World Cup / ભારતીય ટીમે યુગાન્ડાને 326 રનથી હરાવી રચ્યો ઈતિહાસ, આ ફોર્મેટમાં કોઈપણ ટીમની આ બીજી સૌથી મોટી જીત
ઉત્તરાખંડનાં પંતનગર સ્થિત ગોવિંદ બલ્લભ પંત કૃષિ યુનિવર્સિટીનાં હવામાનશાસ્ત્રી ડૉ. આર.કે. સિંહનાં જણાવ્યા અનુસાર, સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. આ વાદળો આગામી બે દિવસ સુધી રહેશે. ઘણા વિસ્તારોમાં કરા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પ્રશાંત મહાસાગરમાં લા નીનાની અસરને કારણે પારામાં ઝડપી ઘટાડો નોંધાઈ રહ્યો છે. નિષ્ણાતો કહે છે કે લા નીનાની અસરને કારણે ઉત્તર પશ્ચિમમાં હવામાન ઠંડુ અને દક્ષિણ પૂર્વમાં ગરમ છે. ગંગાની તળેટીમાં ગાઢ અને આંશિક વાદળછાયા વાતાવરણને કારણે ધુમ્મસ જેવી સ્થિતિ સર્જાતા તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. વાદળો 1700 કિમી સુધી જોવા મળી રહ્યા છે, જેની દિશા પાકિસ્તાનથી બિહાર છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં હવામાન ખરાબ રહેવાની શક્યતા છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાથી શિયાળાની સ્થિતિ નક્કી થશે.
આ પણ વાંચો – Shocking / વૃદ્ધનું ઘર પૂરી રીતે સળગી ગયુ પણ બિલાડી બચી ગઇ તો ખુશીમાં રડવા લાગ્યા, જુઓ આ ભાવુક Video
પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનનાં ઉત્તરીય વિસ્તારોમાં વરસાદની સંભાવના છે જેના કારણે ઠંડી વધી શકે છે. આ સિવાય પંજાબ, હરિયાણા, ઉત્તર મધ્ય પ્રદેશ, બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ગાઢ ધુમ્મસ છવાયેલો રહી શકે છે. ગુલમર્ગ અને કાશ્મીરનાં અન્ય સ્થળોએ ગઈકાલે રાત્રે સામાન્ય હિમવર્ષા થઈ હતી અને ખીણમાં મોટાભાગનાં સ્થળોએ લઘુત્તમ તાપમાનનો પારો ઠંડાથી ઉપર રહ્યો હતો. ઉત્તર કાશ્મીરનાં બારામુલા જિલ્લામાં એક પ્રખ્યાત સ્કી રિસોર્ટ ગુલમર્ગમાં લગભગ પાંચ ઈંચ તાજી હિમવર્ષા થઈ છે, જ્યારે દક્ષિણ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લામાં આવેલા પહેલગામ પર્યટન સ્થળમાં બે ઈંચ હિમવર્ષા થઈ છે.