- વાવાઝોડા મુદ્દે મોસમ વિભાગનું નવું બુલેટિન જાહેર
- 18 કિમી પ્રતિ કલાકની ઝડપે વધ્યું વાવાઝોડુ
- વેરાવળથી 350 કિમી દૂર છે વાવાઝોડુ
- દીવથી 310 કિમી દૂર છે તૌકતે વાવાઝોડુ
- આજે સાંજે ગુજરાતનાં દરિયાકાંઠે ત્રાટકશે
- પોરબંદર-મહુવાનાં દરિયાકાંઠે ટકરાશે તૌકતે
- કાલે 150-175 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાશે પવન
- ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદની વકી
- સૌરાષ્ટ્રનાં વિવિધ ભાગોમાં બપોર બાદ થશે વરસાદ
- કચ્છ અને દીવમાં પણ ભારે વરસાદની શકયતા
- માછીમારોને બે દિવસ દરિયો ના ખેડવા સૂચના
- પોરબંદર,અમરેલી,જૂનાગઢમાં નુકસાનની આશંકા
- અમદાવાદ,ગીર સોમનાથ,ભાવનગરમાં નુકસાનની શકયતા
- રેલવે અને કોમ્યુનિકેશનને થઇ થકે અસર
રાજ્યમાં કોરોના મહામારીનાં કારણે પહેલા જ લોકો પરેશાન હતા. હવે તૌકતે વાવાઝોડાને લઇને લોકોમાં એક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તૌકતે વાવાઝોડા મુદ્દે હવે હવામાન વિભાગે નવુ બુલેટિન જાહેર કર્યુ છે.
વધુ એક સંકટ / સૌરાષ્ટ્રમાં તૌકતે વાવાઝોડા વચ્ચે ભૂકંપની નવી આફત, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 નોંઘાઈ
નવા બુલેટિન મુજબ રાજ્ય તરફ 18 કિમી પ્રતિ કલાકની ઝડપે તૌકતે વાવાઝોડું આગળ વધી રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, તૌકતે વાવાઝોડું વેરાવળથી 350 મીટર દૂર છે જ્યારે દીવથી 310 કિલોમીટર દૂર છે. ભારતીય હવામાન વિભાગે તેના તાજેતરનાં અપડેટમાં જણાવ્યું છે કે આજે સાંજ સુધીમાં તે ગુજરાતનાં દરિયાકાંઠે ટકરાશે અને આ દરમિયાન ભારે વરસાદ અને ભારે પવનની સંભાવના છે. આજે ગુજરાતનાં પોરબંદર-મહુવાનાં દરિયાકાંઠે ટકરાશે. આવતી કાલે મંગળવારે 150-175 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. જેને લઇને ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદની વકી છે. તૌકતે વાવાઝોડાનાં કારણે ગઇ કાલે એટલે કે રવિવારનાં રોજ રાજ્યનાં ઘણા જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. જો કે હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રનાં વિવિધ ભાગોમાં બપોર બાદ વરસાદ આવશે. રાજ્યમાં અલગ-અલગ જિલ્લાઓમાં તૌકતે વાવાઝોડાનાં કારણે ભારેથી અતિ ભારે વરસાદની વકી છે. વળી આ કારણે કેલ્વે અને કોમ્યુનિકેશનને પણ અસર થઇ શકે છે.
બેઠક / ગુજરાત,ગોવા,મહારાષ્ટ્ર, કેરળ,કર્ણાટક, દમણ અને દીવમાં તૌકતેની અસર શરૂ : નડ્ડાની નેતાઓ સાથે વર્ચ્યુઅલ બેઠક
આપને જણાવી દઇએ કે, કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ રવિવારે અરબી સમુદ્રમાં આવેલા ચક્રવાત તોફાનથી પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને બહાર કાઠવા તમામ પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો જેથી કોઈ પણ પ્રકારનું જાન-માલનું નુકસાન ન થાય. રાષ્ટ્રીય સંકટ વ્યવસ્થાપન સમિતિ (એનસીએમસી) દરમિયાન ચક્રવાતથી સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરતી વખતે ગૌબાએ વીજળી, ટેલિકોમ અને અન્ય મહત્વપૂર્ણ સેવાઓ રિકવર કરવા માટેની તમામ સજ્જતા ગોઠવણ સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. ભારતનાં હવામાન વિભાગનાં ડાયરેક્ટર જનરલ (આઇએમડી) એ એનસીએમસીને નવા ચક્રવાતની સ્થિતિ વિશે માહિતી આપી હતી, જે મુજબ 18 મેનાં સવારે ગુજરાતનાં દરિયાકાંઠે ટકરાવવાની સંભાવના છે, જેમાં પવનની ગતિ 150 થી 175 કિમી પ્રતિ કલાકની ઝડપે રહેશે. આ ઉપરાંત રાજ્યનાં દરિયાકાંઠાનાં જિલ્લાઓમાં ભારે પવન, ભારે વરસાદ અને તોફાન આવી શકે છે.