ગુજરાત,
ચોમાસાના વિદાય સમયે વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. નવરાત્રિમાં વરસાદ પડવાની હવામાનની આગાહી છે. ફરી વરસાદની આગાહીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની ચેતવણી આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેસર સિસ્ટમના કારણે 6 ઓક્ટોબરથી 48 કલાક માટે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ડિઝાસ્ટર સેલને મેસેજ આપવામાં આવ્યો છે.
દરિયામાં ઓછા દબાણને કારણે ભારે પવન અને દરિયામાં મોજાં 3 થી 5 મીટર સુધી ઉછળી શકે છે. મોડી સાંજે અમરેલી અને આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જસવંતગઢ અને અમરેલીના કેટલાક ગ્રામ્ય વિસ્તારમા વરસાદ પડ્યો હતો. ભારે પવનના કારણે લાઇટો બંધ થઈ ગઈ હતી.