Gujarat Rain Forecast/ હવામાન વિભાગની આગામી સાત દિવસમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી સાત દિવસમાં વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં રેડએલર્ટ છે તો સૌરાષ્ટ્રમાં જામનગર અને પોરબંદરમાં રેડ એલર્ટ છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Beginners guide to 67 3 હવામાન વિભાગની આગામી સાત દિવસમાં ભારે વરસાદની આગાહી

Gandhinagar News: ગુજરાતમાં હવામાન વિભાગે આગામી સાત દિવસમાં વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં રેડએલર્ટ છે તો સૌરાષ્ટ્રમાં જામનગર અને પોરબંદરમાં રેડ એલર્ટ છે.

વડોદરા, છોટાઉદેપુર, ડાંગ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ છે. આ ઉપરાંત આણંદ, અમદાવાદ, દાહોદ અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ છે. નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. ભરૂચ, સુરત અને ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય હોવાના લીધે વરસાદની આગાહી છે. આમ આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે.

હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતના લોકોને 26 જુલાઈ સુધી ભારે વરસાદથી રાહત નહીં મળે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 24, 25 અને 26 જુલાઇ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારો સહિત ગુજરાત પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. આ અંગે ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આ દરમિયાન ભારે પવનની પણ આગાહી કરી છે.

હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત પ્રદેશના સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આજની તાજેતરની આગાહી અનુસાર, આજે તો 11 જિલ્લામાં રેડ એલર્ટ સાથે અતિથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે આવતીકાલે સાત જિલ્લામાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે અને બુધવારે પણ ચાર જિલ્લામાં રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે. તો જોઈએ કયા દિવસે કયા જિલ્લામાં અતિથી અતિભારે અને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર તો દક્ષિણમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારના અનેક જિલ્લાઓ પૂરની ઝપેટમાં આવી ગયા છે. અનેક ગામોનો જિલ્લા મુખ્યાલય સાથે સંપર્ક તૂટી ગયો છે. બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. NDRFની ટીમો ઘણા વિસ્તારોમાં તૈનાત છે. જૂનાગઢ જિલ્લાનાં ગામો પૂરની ઝપેટમાં છે. સ્થિતિ ખૂબ જ ખરાબ છે. જૂનાગઢના માંગરોળમાં ખેતી બરબાદ થઈ ગઈ છે. વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. લોકો કહે છે કે હવે ચાર મહિના આમ જ પસાર કરવા પડશે. ગીર સોમનાથ અને સુરતમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat Rain Live: ગુજરાતમાં આજે મેઘો વરસશે….

આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ

આ પણ વાંચો: પોરબંદરમાં વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા