ગુજરાતમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં બેવડી ઋતુ જોવા મળી રહી છે. વાતાવરણ પલટાતા શિયાળાની ઠંડી સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. અંબાલા પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં શિયાળો સમાપ્ત થઈ રહ્યો છે ત્યારે 26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધીમાં અનેક સ્થાનો પર હળવાથી લઈને ભારે વરસાદ જોવા મળી શકે છે.
રાજ્યમાં આ વર્ષે શિયાળો મંદ-મંદ રહ્યો. ગામડાઓ અને ઉંચા સ્થાનો પર કડકડતી ઠંડી જોવા મળી. જ્યારે શહેરોમાં સવારે અને રાતે ઠંડી અને બપોરે સામાન્ય ગરમી રહી. આ વર્ષે રાજ્યમાં હાડ થિજવતી ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યું. સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં સૌથી વધુ ઠંડી પડતી હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. અરબી સમુદ્રમાં થઈ રહેલ બદલાવ અને પશ્ચિમી વિક્ષેપની અસર વાતાવરણમાં જોવા મળી રહી છે. બદલાઈ રહેલા હવામાનના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો.
દેશમાં અત્યારે ઉત્તરીય ભાગોમાં હિમવર્ષા થતા દિલ્હી સહિતના આસપાસના વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે. ઉત્તરીયભાગોમાં થયેલ હિમવર્ષાના ઠંડા પવનોની અસર રાજસ્થાન અને ગુજરાતમાં પણ જોવા મળી શકે છે. ભારે પવન ફૂંકાવાને પગલે રાજ્યમાં 1 માર્ચથી લઈને 15 માર્ચ સુધી કમોસમી વરસાદ જોવા મળી શકે છે. કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, કચ્છ તથા બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં હવામાનમાં મોટો બદલાવ આવતા છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે.
ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થતા ઠંડીના દિવસો પૂર્ણ થવાની શકયતા દેખાઈ રહી છે. કહેવાય છે કે મહાશિવરાત્રી બાદ ઠંડીનું પ્રમાણ ઘટશે. એટલે હજુ એક સપ્તાહ સુધી રાજ્યમાં ઠંડીનો રાઉન્ડ જરૂર જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જ્યારે IMD એટલે કે ભારતીય હવામાન વિભાગે આગામી 2 દિવસ દેશના ઘણા રાજ્યોમાં તોફાની પવન અને કરા સાથે વરસાદની આગાહી કરી છે. IMDના જણાવ્યા મુજબ દેશમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશા જેવા રાજ્યોમાં વરસાદ પડી શકે છે. જ્યારે 29 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પર્વતીય રાજ્યોમાં ફરી હિમવર્ષા જોવા મળી શકે છે.
આ પણ વાંચો:લગ્ન પહેલા પતિએ બળાત્કાર કર્યો હોવાનો પત્નીનો આક્ષેપ
આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટી ડ્યુઅલ ડિગ્રી માટે વિદ્યાર્થીઓને સુલભતા પ્રદાન કરશે
આ પણ વાંચો:મહેસાણામાં વાળીનાથ મહાદેવ ખાતે સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ, જાણો શું કહ્યું PM મોદી
આ પણ વાંચો:આણંદની સમરસ હોસ્ટેલ ખરાબ ભોજનનો આરોપ, વિદ્યાર્થીનીઓનો હોબાળો