Not Set/ #MeToo મુવમેન્ટ: હોલીવુડ, બોલીવુડ બાદ હવે આરોપ લાગી રહ્યો છે ક્રિકેટર પર

જાતીય સતામણી સામે મહિલાઓ હવે ખુલીને વિરોધ જતાવી રહી છે. હોલીવુડથી શરુ થયેલી આ મુવમેન્ટે ભારતમાં પણ વેગ પકડ્યો છે અને એક પછી એક બોલીવુડના સેલેબ્રીટીસ પર પણ આરોપ લાગ્યા હતા. પરંતુ ક્રિકેટ જગત પણ શું આનો હિસ્સો છે કે શું? શ્રીલંકાના ફેમસ ક્રિકેટર લસિથ મલીંગા પર સિંગર ચિન્મયીએ એક મહિલા વતી આરોપ લગાવ્યો છે. […]

Top Stories World Trending
Lasith Malinga #MeToo મુવમેન્ટ: હોલીવુડ, બોલીવુડ બાદ હવે આરોપ લાગી રહ્યો છે ક્રિકેટર પર

જાતીય સતામણી સામે મહિલાઓ હવે ખુલીને વિરોધ જતાવી રહી છે. હોલીવુડથી શરુ થયેલી આ મુવમેન્ટે ભારતમાં પણ વેગ પકડ્યો છે અને એક પછી એક બોલીવુડના સેલેબ્રીટીસ પર પણ આરોપ લાગ્યા હતા. પરંતુ ક્રિકેટ જગત પણ શું આનો હિસ્સો છે કે શું?

શ્રીલંકાના ફેમસ ક્રિકેટર લસિથ મલીંગા પર સિંગર ચિન્મયીએ એક મહિલા વતી આરોપ લગાવ્યો છે. એ મહિલાનું નામ બહાર પાડવામાં આવ્યું નથી. સિંગર ચિન્મયીએ, પેલી મહિલા સાથે થયેલી જાતીય સતામણીની વાતને ટ્વીટર પર ટ્વીટ કરીને જણાવી હતી.

ચિન્મયીએ ફોટો ટ્વીટ કર્યો છે જેમાં જાતીય સતામણીનો શિકાર બનેલી મહિલાએ લખેલું છે કે, મને નામ વગરનું રહેવું જ ગમશે. થોડાં વર્ષો પહેલાં જયારે હું મુંબઈમાં હતી, હું મારી ફ્રેન્ડને અમે જે હોટેલમાં રોકાયા હતા ત્યાં શોધી રહી હતી. આઈપીએલ સીઝન દરમ્યાન હું એક ફેમસ ક્રિકેટની વાતમાં આવી ગઈ જેણે મને કહ્યું કે મારી ફ્રેન્ડ એનાં રૂમમાં છે. હું ગઈ પણ તે ત્યાં ન હતી. ત્યારબાદ એણે મને એનાં બેડ પર ધક્કો માર્યો અને મારા પર ચડવા લાગ્યો. હું સામે વિરોધ ન કરી શકી કારણકે હું શારીરિક રીતે એ સમયે અમ્સ્ર્થ હતી વિરોધ કરવા માટે. પરંતુ ત્યારે જ હોટેલ સ્ટાફે દરવાજો ખટખટાવ્યો એટલે તે દરવાજો ખોલવા ગયો અને હું તરત બાથરૂમમાં ભાગી ગઈ. મારું અપમાન થયું હતું. હું જાણું છું કે લોકો કહેશે કે હું જાણી જોઇને એના રૂમમાં ગઈ હતી, એ ફેમસ છે.

ચિન્મયીએ જણાવ્યું છે કે આ મહિલા પત્રકારો સાથે વાત કરવા તૈયાર છે પણ તેઓ પોતાની ઓળખ જણાવશે નહી.