Metro Train/ ગુજરાતનાં મેટ્રોને મેટ્રોની ભેટ, PM મોદીએ હોમ સ્ટેટને આપી વધુ એક મોટી ભેટ

વર્ષની શરૂઆતમાં જ અમદાવાદ અને સુરતને મહત્વપૂર્ણ ભેટ મળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના બીજા તબક્કા અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના કાર્યનો શુભારંભ કર્યો હતો.

Gujarat Others
corona ૧૧૧૧ 45 ગુજરાતનાં મેટ્રોને મેટ્રોની ભેટ, PM મોદીએ હોમ સ્ટેટને આપી વધુ એક મોટી ભેટ

@સોનલ અનડકટ,મંતવ્ય ન્યુઝ – ગાંધીનગર.

વર્ષની શરૂઆતમાં જ અમદાવાદ અને સુરતને મહત્વપૂર્ણ ભેટ મળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના બીજા તબક્કા અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના કાર્યનો શુભારંભ કર્યો હતો.

મેટ્રો સીટીને મેટ્રોની ભેટ

ગુજરાતમા વિકાસની વણથંભી વણઝાર
પીએમ મોદીએ ગુજરાતને આપી વધુ એક મોટી ભેટ
અમદાવાદ મેટ્રો ફેઝ-2નો કરાવ્યો પ્રારંભ
સુરત મેટ્રો પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં બે મેટ્રો રેલ પ્રોજેકટનું ભૂમિપૂજન કર્યું. વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-2 અને સુરત મેટ્રો રેલ પ્રોજેકટનું ભૂમિપૂજન કર્યું. ગુજરાતના રાજ્યપાલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રના આવાસ અને શહેરી બાબતોના મંત્રી આ પ્રસંગે હાજર રહ્યાં.

 અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-2એ 28.25 કિ.મી. લંબાઈ ધરાવતો બે કોરિડોર ધરાવતો પ્રોજેકટ છે. મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીનો તેનો કોરિડોર-1, 22.8 કિ.મી. લંબાઈ ધરાવે છે. તેનો જીએનએલયુથી ગીફટ સીટી સુધીનો કોરિડોર- 2, 5.4 કિ.મી.ની લંબાઈ ધરાવતો પ્રોજેકટ છે. ફેઝ-2ને સંપૂર્ણપણે પૂરો કરવામાં રૂ. 5,384 કરોડનો ખર્ચ થશે. તો સુરત મેટ્રો રેલ પ્રોજેકટ 40.35 કિ.મી.ની લંબાઈ ધરાવતો 2 કોરિડોરનો પ્રોજેકટ છે. તેનો સરથાણાથી ડ્રીમ સીટી સુધીનો કોરિડોર- 1, 21.61 કિ.મી.ની લંબાઈ ધરાવે છે. ભેંસાણથી સરોઈ સુધીનો કોરિડોર-2, 18.74 કિ. મી.ની લંબાઈ ધરાવે છે. પ્રોજેકટ પૂરો કરવામાં કુલ રૂ. 12,020 કરોડનો ખર્ચ થશે.

મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-2એ 28.25 કિ.મીનો
બે કોરિડોર પ્રોજેક્ટ બનાવવામાં આવશે
મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીનો કોરિડોર-1,
જીએનએલયુથી ગીફટ સીટી સુધીનો કોરિડોર- 2
ફેસ -2 5384 કરોડા ખર્ચે તૈયાર થશે
સુરતનો 41.35 કિ.મી લંબાઈનો પ્રોજેક્ટ
સરથાણાથી ડ્રીમ સીટી સુધીનો કોરિડોર- 1
ભેંસાણથી સરોઈ સુધીનો કોરિડોર-2 બનાવાશે
12,0.20 કરોડના ખર્ચે પ્રોજેક્ટ થશે તૈયાર

 મેટ્રો રેલ પ્રોજેક્ટ ને ઓગસ્ટ-2022 સુધીના પૂર્ણ કરી દેવાશે. દેશની સ્વતંત્રતા ને 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડાપ્રધાન આ પ્રોજેક્ટ ની ભેટ દેશને આપશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…