Ahmedabad News: અમદાવાદના બોપલ વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. MICA કોલેજના વિદ્યાર્થીએ કાર ચાલકે ટક્કર મારી હતી. આથી માઇકાના વિદ્યાર્થીએ કારચાલકને કાર ધીમે ચલાવવા કહ્યું હતું, પરંતુ ડ્રાઇવરે ગુસ્સામાં આવીને વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો.
તેના પગલે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત થયું હતું. આ ઘટના બોપલ ફાયર સ્ટેશન પાસે બની હતી. ઘટના બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
વિદ્યાર્થી મૂળ ઉત્તર પ્રદેશનો
પ્યાંશુ જૈન નામના 23 વર્ષના વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે. વિદ્યાર્થી રાત્રે તેના મિત્ર સાથે બુલેટ પર જઈ રહ્યો હતો. ફાયર સ્ટેશન પાસે કાર ચાલક સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન વિદ્યાર્થીને છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. વિદ્યાર્થી મૂળ ઉત્તર પ્રદેશનો છે. પોલીસ અને મૃતકના મિત્રો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. એફએસએલની ટીમે સ્થળ પરથી સેમ્પલ લીધા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ડબલ મર્ડરના આરોપીને ફાંસીની સજા, કોર્ટે નોંધ્યું- આ કૃત્ય પશુતુલ્ય, કાયદાનો ડર જરૂરી
આ પણ વાંચો: વિરમગામની હત્યાનું ખૂલ્યુ અમદાવાદના મર્ડર સાથે કનેકશન