Not Set/ દુનિયાને દેખાડી લશ્કરી તાકાત, અંડરગ્રાઉન્ડ મિસાઈલ સિટીનો વીડિયો રીલીઝ

દુનિયાને દેખાડી લશ્કરી તાકાત, અંડરગ્રાઉન્ડ મિસાઈલ સિટીનો વીડિયો રીલીઝ

Gujarat Others Trending
1000 old currency 2 દુનિયાને દેખાડી લશ્કરી તાકાત, અંડરગ્રાઉન્ડ મિસાઈલ સિટીનો વીડિયો રીલીઝ

ઈરાને આખી દુનિયાને આંચકો આપ્યો છે. ઈરાને એક ચોંકાવનારો વીડિયો રિલીઝ કરીને પશ્ચિમના દુનિયાને જાણે કે ચેતવણી ઉચ્ચારી છે. આ વીડિયોમાં અજ્ઞાત સ્થળે ઈરાને આખું મિસાઈલ સિટી ઉભું કર્યાનું દર્શાવ્યું છે.

Iran brags about revolutionary guard 'missile city' base | War Is Boring

અંડરગ્રાઉન્ડ સિટીમાં છે હથિયારોનો ખડકલો

ઈરાને વીડિયો રિલીઝ કરી આપ્યો આંચકો

પશ્ચિમી દેશોને ઈરાનની ગર્ભિત ચેતવણી

2020ના જાન્યુઆરીમાં અલ-કુદ્સ ફોર્સના કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યા થયા પછીથી અમેરિકા અને ઈરાન વચ્ચે ટેન્શન ચાલી રહ્યું છે. તેવામાં ઈરાનની વધુ એક હરકત મીડલ ઈસ્ટમાં ટેન્શન વધારી શકે છે. ઈરાને એક નવો ચોંકાવનારો વીડિયો રિલીઝ કર્યો છે. જેમાં ઈરાને એક આખા અંડરગ્રાઉન્ડ શહેરને દર્શાવ્યું છે. એ અન્ડરગ્રાઉન્ડ શહેરમાં મિસાઈલો અને હથિયારોનો ખડકલો દેખાય છે. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્ઝના કમાન્ડર હુસૈન સલામી કહે છે કે વીડિયોમાં જે દર્શાવ્યું છે એ તો આ શહેરનો એક ખુબ જ નાનો હિસ્સો છે. ઈરાનના દાવા પ્રમાણે જો આ મિસાઈલ સિટીમાં વીડિયોમાં દેખાય છે તેના કરતાં પણ વધુ વિધ્વંશક હથિયારો હોય તો તે આખી દુનિયા માટે ચિંતા વધારી શકે છે. ઈરાનનો દાવો છે કે તેમની આ મિસાઈલ સિટી જ્યાં આવી છે ત્યાં એવી આધુનિક સુરક્ષા વ્યવસ્થા છે કે કોઈપણ બહારના હુમલાને બહુ પહેલાં જ આંતરીને ખાળી શકાય છે.

Iran unveils underground 'missile city,' fitted with 'electronic war'  equipment - Iran - Haaretz.com

અમેરિકા માટે બે તરફી ટેન્શન

નોર્થ કોરિયા પણ આપી ચૂક્યું છે ચેતવણી

ઈરાન પણ બદલો લેવાનું કરી ચૂક્યું છે એલાન

ગમે ત્યારે બદલો લેવાની ઈરાનની યોજના

ઈરાનના શાસકો અને ઈરાનની જનતા પણ અલ-કુદ્સના કમાન્ડર કાસીમ સુલેમાનીની હત્યાથી રોષમાં છે. ઈરાને તો તેમનો બદલો લેવાની પહેલેથી જાહેરાત કરી દીધી છે. ઈરાને ઈરાકમાં અમેરિકી ઠેકાણાઓ પર હુમલો પણ કર્યો હતો. અને જવાબદારો સામે ગમે ત્યારે બદલો લેવાનું એલાન પણ કરી ચૂક્યું છે. અમેરિકા માટે ઈરાન અને નોર્થ કોરિયા બંને પડકાર છે. નોર્થ કોરિયાના શાસક કિમ જોંગની બહેને પણ હમણાં જ અમેરિકા સામે ધમકીની ભાષામાં ચેતવણી ઉચ્ચારી હતી. હવે ઈરાનની આ હરકત પણ અમેરિકા માટે સંદેશ છે. હવે અમેરિકા અને યુરોપ શું પ્રતિક્રિયા આપે છે તે જોવું રહ્યું.

Iran releases footage of Revolutionary Guards 'missile city' base - TODAY

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ