Not Set/ એક ભૂલનાં કારણે એન્જિનિયર વિદ્યાર્થી ભેટ્યો મોત સાથે, આ હરકત પડી ભારે, જાણો

જીવનમાં ક્યારેક એવો સમય આવી જાય છે કે તમારી એક ભૂલ તમને એટલી મોંઘી પડી જાય કે તેનાથી તમારુ જીવન પણ જોખમમાં મુકાઇ જતુ હોય છે. કઇક આવુ જ ગ્રેટર નોઈડામાં બીટેક કરી રહેલા વિદ્યાર્થી સાથે બન્યુ. ઉત્તર પ્રદેશનાં ગ્રેટર નોઇડામાં બીટેકનાં વિદ્યાર્થીને એક યુવતીની છેડતી કરવી મોંઘી પડી ગઇ હતી. પીડિત યુવતીનાં પિતાને જ્યારે […]

India
Fake Counter Case એક ભૂલનાં કારણે એન્જિનિયર વિદ્યાર્થી ભેટ્યો મોત સાથે, આ હરકત પડી ભારે, જાણો

જીવનમાં ક્યારેક એવો સમય આવી જાય છે કે તમારી એક ભૂલ તમને એટલી મોંઘી પડી જાય કે તેનાથી તમારુ જીવન પણ જોખમમાં મુકાઇ જતુ હોય છે. કઇક આવુ જ ગ્રેટર નોઈડામાં બીટેક કરી રહેલા વિદ્યાર્થી સાથે બન્યુ. ઉત્તર પ્રદેશનાં ગ્રેટર નોઇડામાં બીટેકનાં વિદ્યાર્થીને એક યુવતીની છેડતી કરવી મોંઘી પડી ગઇ હતી. પીડિત યુવતીનાં પિતાને જ્યારે આ ઘટના વિશે જાણ થયા બાદ તેમણે જે કર્યુ તે જાણી તમે પણ ચોંકી જશો. યુવતીની છેડતી કરનાર વિદ્યાર્થીને યુવતીનાં પિતાએ સજા આપતા હત્યા કરી દીધી. આરોપીએ વિદ્યાર્થીનાં માથે રોટલી બનાવતા તવાથી હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલો ગ્રેટર નોઇડાનાં નોલેઝ પાર્ક થાના વિસ્તારનાં તુગલપુરનો છે.

એક ભૂલનાં કારણે જીવ ગુમાવી ચુકેલો વિદ્યાર્થી અનિકેશ પાઠક કુશીનગરનો રહેવાસી હતો. અનિકેશ ગ્રેટર નોઇડામાં એન્જિનિયર બનવા માટે આવ્યો હતો. પરંતુ તેની એક ભૂલ કે તેની એક હરકતે તેને મોતને ભેટી દીધો હતો. મળી રહેલી માહિતી અનુસાર અનિકેશ જે મકાનમાં રહેતો હતો, તે જ મકાનમાં ગુલાબ યાદવ અને તેની દિકરી રહેતા હતા. અનિકેશ હંમેશા ગુલાબ યાદવની દિકરીને ઘૂરતો રહેતો હતો અને જ્યારે તેને દેખતો ત્યારે અશ્લીલ હરકત કે કોમેન્ટ્સ પણ કરતો હોવાનું સામે આવ્યુ હતુ, જેનાથી કંટાળી ગયેલી યુવતીએ તેના પિતાને આ ફરિયાદ કરી. દિકરી દ્વારા આ વાત સાંભળ્યા બાદ પિતા ગુલાબ સિંહ ગુસ્સાથી લાલચોડ થઇ ગયા હતા અને અનિકેશની સાથે લડવા તેના રૂમમાં ગયા. જ્યા વિવાદ વધી ગયો હતો. જે પછી યુવતીનાં પિતાએ અનિકેશનાં માથા પર નજીકમાં મુકેલા તવાથી હુમલો કરી દીધો. જેના કારણે અનિકેશની તુરંત જ મોત થઇ ગઇ હતી.

ઘટના પર પોલીસની માનીએ તો અનિકેશ સ્કાઈલાઇન કોલેજમાં બીટેકનો વિદ્યાર્થી હતો અને તુગલપુરમાં ભાડા પર રહેતો હતો. પરંતુ પોલીસને જેવી જ ઘટનાની જામકારી થઇ તો તુરંત જ ઘટના પર પહોચી ગઇ. આસપાસનાં લોકોની પૂછપરછ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. તાજેતરમાં પોલીસ આગળની કાર્યવાહીમાં લાગી ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.