સરકારે મોબાઇલ ફોનના પાર્ટ્સ અને ચાર્જર્સ પર આયાત ડ્યુટી વધારવાનો નિર્ણય લીધો છે. સ્થાનિક મૂલ્યમાં વધારો કરવા સરકારે આ પગલું ભર્યું છે. તેનાથી મોબાઈલ ફોન્સ મોંઘા થઈ શકે છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને વર્ષ 2021-22 માટેનું સામાન્ય બજેટ રજૂ કરતી વખતે કસ્ટમ ડ્યુટીમાં 400 છૂડછાટની સમીક્ષાની જાહેરાત કરી હતી. આમાં મોબાઇલ ઉપકરણો સામેલ છે.
સીતારામને કહ્યું, ‘ઘરેલુ મૂલ્યમાં વધારો કરવા માટે, અમે મોબાઇલ ચાર્જર્સ અને કેટલાક ભાગો પરની છૂટ પાછી ખેંચી રહ્યા છીએ. આ ઉપરાંત મોબાઇલના કેટલાક ભાગો પર આયાત ડ્યુટી માઈનસ 2.5 ટકા રહેશે. તેમણે કહ્યું કે કસ્ટમ નીતિનો બેવડો ઉદ્દેશ ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન આપવું અને ભારતને વૈશ્વિક મૂલ્ય સાથે જોડવું અને નિકાસમાં સુધારો કરવો જોઈએ.
સીતારામને કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં મોબાઇલ ફોન માર્કેટમાં નોંધપાત્ર વિકાસ થયો છે. હાલમાં ભારતમાં તમામ કંપનીઓના મોબાઇલ ફોન્સનું ઉત્પાદન થઈ રહ્યું છે, જ્યારે મોબાઈલની સાથે મોબાઈલ પાર્ટ્સ ભારતમાંથી મોટા પાયે નિકાસ કરવામાં આવી રહ્યા છે. 2021ના બજેટમાં વિદેશી મોબાઇલ મોંઘા હોવાનું કહેવામાં આવ્યું છે. મોબાઇલ ફોન્સ પર કસ્ટમ ડ્યુટી વધારીને 2.5 ટકા કરી દેવામાં આવી છે.
મોંઘા ચાર્જરની સૌથી મોટી અસર સામાન્ય લોકો પર પડશે, કારણ કે પહેલા મોબાઇલ કંપનીઓ ફોન સાથે ચાર્જરો પૂરી પાડતી હતી, પરંતુ એપલ, શાઓમી અને સેમસંગ જેવી કંપનીઓએ ફોન સાથે ચાર્જ આપવાનું બંધ કરી દીધું છે. આવી સ્થિતિમાં, લોકોએ એક અલગ ચાર્જર ખરીદવું પડશે.
2021ના બજેટની વધુ અસર મોબાઇલ કંપનીઓ પર થશે જેનો ફોન ભારતમાં તૈયાર નથી, જોકે સારી વાત એ છે કે ઓપલથી શાઓમી, રીયલમી અને સેમસંગ સુધીના ફોન ભારતમાં બનાવવામાં આવી રહ્યા છે, જો કે આથી સ્થાનિક કંપનીઓને નોંધપાત્ર ફાયદો થશે.