અરવલ્લીનાં મોડાસામાં સાંઈ મંદિર પાસે મોડી રાત્રે બબાલ થઈ હતી.કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ABVP કાર્યકરો પર SFI ના સ્ટુડન્ટ સાથે મારામારીનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. જેને લઈને સ્ટુન્ડન્ટના બચાવમાં રોડ ચક્કાજામની કોશિશ કરવામાં આવી હતી.
કોંગ્રેસ અને સ્ટુન્ડન દ્વારા રોડ પર બેસી જામ કરવામાં આવ્યો.મોડીરાત્રીની બબાલમાં પોલીસ સાથે કોંગી નેતાનું ઘર્ષણ થયું.જે બાદ કોંગ્રેસ ઉપપ્રમુખ જયદત્તસિંહને જેલમાં પુરાયા હતા.જેને લઈને મોડાસા અને બાયડના કોંગી ધારાસભ્ય પોલીસ મથકે પહોંચ્યા હતા અને માર્ક્સવાદી કાર્યકરો દ્વારા પોલીસ મથકે પણ હોબાળો કરવામાં આવ્યો હતો.
અરવલ્લીમાં આપ પાર્ટીને મતદાન પહેલા મોટો ઝાટકો લાગ્યો હતો. મોડાસાની સબલપુર તાલુકા પંચાયતના આપ ઉમેદવાર ભાજપમાં જોડાયા છે. દેવિકાબેન સુરેશભાઈ પટેલ નામના આપ ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કર્યો હતો. આપના ઉમેદવાર ભાજપનો ખેસ પહેરી પ્રચારમાં જોડાયા હતા.