Gandhinagar News/ અમદાવાદથી થરાદ વચ્ચે બનશે સિક્સ લેન હાઇસ્પીડ કોરિડોર…..

થરાદથી અમદાવાદ સુધીના 214 કિ.મી. ની લંબાઈના સિક્સ લેન એક્સેસ કંટ્રોલ્ડ નેશનલ હાઈસ્પીડ કોરીડોર માટે રૂ. 10,534 કરોડ આર્થિક બાબતોની કેબીનેટ કમીટીએ મંજૂર કર્યા.

Gujarat Gandhinagar
YouTube Thumbnail 2024 08 03T173600.976 અમદાવાદથી થરાદ વચ્ચે બનશે સિક્સ લેન હાઇસ્પીડ કોરિડોર.....

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં થરાદ-મહેસાણા, અમદાવાદ નેશનલ હાઈસ્પીડ કોરીડોરને મંજૂરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હ્રદયપુર્વક આભાર વ્યક્ત કર્યો છે.  વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતો અંગેની કેબિનેટ કમિટીની બેઠકે દેશમાં કુલ રૂ. 50,655 કરોડના વિવિધ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેકટને મંજૂરી આપી છે. વડાપ્રધાનએ ભારતમાલા પરિયોજનામાં એક મહત્વ પૂર્ણ પ્રોજેક્ટસ અન્વયે થરાદથી અમદાવાદ સુધીના 214  કિ.મી. ની લંબાઈના સિક્સ લેન એક્સેસ કંટ્રોલ્ડ નેશનલ હાઈ સ્પીડ કોરીડોર માટે રૂ. 10,534 કરોડ મંજૂર કર્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાઓમાંથી પસાર થનારા આ હાઈસ્પીડ કોરીડોરના નિર્માણથી રાજ્યના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને વધુ વેગ મળશે તેમ વડાપ્રધાનશ્રીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારતા જણાવ્યું છે.

તેમણે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રીશ્રી નિતિન ગડકરીજીનો પણ ગુજરાતને આ માતબર રકમ મંજૂર કરવા માટે આભાર દર્શાવતા ઉમેર્યુ છે કે, આ કોરીડોર ફાર્મા, ઈલેક્ટ્રોનીક્સ ક્લસ્ટર્સ અને એસ.ઈ.ઝેડ. સહિતના મહત્વપૂર્ણ ક્ષેત્રોને બહેતર કનેક્ટિવિટી આપશે. એટલું જ નહિ, માલસામાનના પરીવહન ખર્ચમાં ઘટાડો અને સમયમાં બચત પણ થશે.

નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ભારતમાલા પરિયોજના ફેઝ-૧ અન્વયે અમૃતસરથી જામનગર સુધી સિક્સ લેન એક્સેસ કંટ્રોલ્ડ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ-વેનું નિર્માણ હાથ ધરાઈ રહ્યું છે. આ આર્થિક કોરીડોર પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાથી પસાર થઈ રહ્યો છે. તેમ જ અમૃતસર અને મુંબઈ વચ્ચે એક્સપ્રેસ-વે કનેક્ટિવિટી પૂર્ણ કરવા માટે અમૃતસર-જામનગર ઈકોનોમિક કોરીડોરને ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ-વે દ્વારા અમદાવાદ સાથે જોડવાની જરૂરિયાત છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ સંદર્ભમાં થરાદ, ડિસા, મહેસાણા-અમદાવાદ નેશનલ હાઈસ્પીડ કોરીડોર માટે મંજૂરી આપીને ગુજરાતના ઔદ્યોગિક વિકાસ સાથે કનેક્ટિવિટીની મહત્વપૂર્ણ દીશા ખોલી આપી છે, તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રી અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Gujarat Rain Live: જાણો આજે ક્યાં કેટલો વરસાદ પડશે

આ પણ વાંચો:વાપીમાં 7 ઈંચથી વધુ વરસાદ પડતાં જનજીવન ઠપ્પ!

આ પણ વાંચો:સુરતમાં ‘ભુવા’ઓનું રાજ! રસ્તાઓ બિસ્માર હાલતમાં, સુરતીઓ પરેશાન