One Nation One Election/ ‘વન નેશન – વન ઈલેક્શન’ બિલને મોદી કેબિનેટની મંજૂરી, ગુજરાતમાં ચૂંટણી વહેલી થવાની શક્યતા

New Delhi News : કેન્દ્રીય કેબિનેટે ‘વન નેશન-વન ઈલેક્શન’ના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સૂત્રો મૂજબ આ બિલ આવતા સપ્તાહે સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. સરકાર આ બિલ પર સર્વસંમતિ બનાવવા માગે છે, તેથી આ બિલને સંસદમાંથી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને ચર્ચા માટે મોકલવામાં આવશે.

Top Stories India Breaking News
Copy of Cricket Tutorials YouTube Thumbnail 69 ‘વન નેશન – વન ઈલેક્શન’ બિલને મોદી કેબિનેટની મંજૂરી, ગુજરાતમાં ચૂંટણી વહેલી થવાની શક્યતા

New Delhi News : જેપીસી (JPC) ‘વન નેશન-વન ઈલેક્શન’ના બિલ પર તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરશે. જો આવું થયું તો ગુજરાત(Gujarat)માં ચૂંટણી વહેલી થવાના શક્યતા છે. કેન્દ્રીય કેબિનેટે અગાઉ સપ્ટેમ્બરમાં ‘વન નેશન-વન ઈલેક્શન’ના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે(Ashwini Vaishnaw) કહ્યું હતું કે, ‘પ્રથમ તબક્કામાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી એકસાથે યોજાશે. આ પછી 100 દિવસમાં બીજા તબક્કામાં નાગરિક ચૂંટણીઓ યોજાશે.’

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(Ram Nath Kovind)ની અધ્યક્ષતામાં ‘વન નેશન-વન ઈલેક્શન’ પર વિચાર કરવા માટે 2 સપ્ટેમ્બર, 2023 ના રોજ એક પેનલની રચના કરવામાં આવી હતી. આ પેનલે હિતધારકો-નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ અને 191 દિવસના સંશોધન બાદ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ‘વન નેશન-વન ઈલેક્શન’ નો રિપોર્ટ સોંપ્યો હતો.

Copy of Cricket Tutorials YouTube Thumbnail 70 ‘વન નેશન – વન ઈલેક્શન’ બિલને મોદી કેબિનેટની મંજૂરી, ગુજરાતમાં ચૂંટણી વહેલી થવાની શક્યતા

વન નેશન-વન ઈલેક્શન ની મુખ્ય 3 બાબત

‘વન નેશન-વન ઈલેક્શન’ કમિટીના રિપોર્ટ અનુસાર, ‘વન નેશન-વન ઈલેક્શન’ લાગુ કરવા માટે અનેક રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ ઘટાડવામાં આવશે. જે રાજ્યોમાં 2023ના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યાં તેમનો કાર્યકાળ લંબાવી શકાય છે. જો તમામ પક્ષો લો કમિશનની દરખાસ્ત સાથે સહમત થશે તો તેને 2029 થી જ લાગુ કરવામાં આવશે. આ માટે ડિસેમ્બર 2026 સુધીમાં 25 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજવી જોઈશે.

Copy of Cricket Tutorials YouTube Thumbnail 71 ‘વન નેશન – વન ઈલેક્શન’ બિલને મોદી કેબિનેટની મંજૂરી, ગુજરાતમાં ચૂંટણી વહેલી થવાની શક્યતા

વન નેશન-વન ઈલેક્શન કમિટિના 5 મુખ્ય સૂચનો

1  ભારતની આગામી લોકસભા ચૂંટણી એટલે કે 2029 સુધી તમામ રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ લંબાવવો જોઈશે.

2  દેશની ત્રિશંકુ વિધાનસભા (કોઈની પાસે બહુમતી નથી તેવી) અને અવિશ્વાસની દરખાસ્તના કિસ્સામાં બાકીની 5-વર્ષની મુદત માટે નવી ચૂંટણીઓ યોજવામાં આવી શકાય છે.

3  દેશમાં પહેલા તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થઈ શકે છે, ત્યારબાદ બીજા તબક્કામાં 100 દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી થઈ શકે છે.

4  ચૂંટણી પંચ લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી સત્તાવાળાઓ સાથે પરામર્શ કરીને એક જ મતદાર યાદી અને મતદાર ઓળખ કાર્ડ તૈયાર કરાવે તો.

5  કોવિંદ પેનલે એકસાથે ચૂંટણી યોજવા માટે સાધનો, માનવબળ અને સુરક્ષા દળોના આગોતરા આયોજનની ભલામણ કરી છે.

મતદાન નવેમ્બર 2025માં પ્રથમ તબક્કો: 6 રાજ્ય,

બિહાર(Bihar) વર્તમાન કાર્યકાળ પૂર્ણ થશે. બાદમાં માત્ર સાડાત્રણ વર્ષ ચાલશે.

આસામ(Assam), કેરળ(Keral), તામિલનાડુ(Tamilnadu), પ. બંગાળ(W.Bengal) અને પુડુચેરી(Puducherry) ના વર્તમાન કાર્યકાળમાં 3 વર્ષ અને 7 મહિનાનો ઘટાડો થશે. એ પછીનો કાર્યકાળ પણ સાડાત્રણ વર્ષનો રહેશે.

મતદાન ડિસેમ્બર 2026માં બીજો તબક્કો: 11 રાજ્ય,

ઉત્તરપ્રદેશ(Uttar Pradesh), ગોવા(Goa), મણિપુર(Manipur), પંજાબ(Panjab) અને ઉત્તરાખંડ(Uttrakhand) વર્તમાન કાર્યકાળમાં 3થી 5 મહિનાનો ઘટાડો થશે. એ પછી એ અઢી વર્ષ થશે.

ગુજરાત(Gujarat), કર્ણાટક(Karnataka), હિમાચલ(Himachal), મેઘાલય(Meghalaya), નાગાલેન્ડ(Nagaland), ત્રિપુરા(Tripura)માં હાલ કાર્યકાળ 13થી 17 મહિના ઘટશે. પછી સવા બે વર્ષનો રહેશે.

વન નેશન-વન ઈલેક્શનએટલે શું?

વર્તમાંનમાં ભારતમાં રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. જેમ કે ‘વન નેશન-વન ઈલેક્શન’નો મતલબ એ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થાય. ‘વન નેશન-વન ઈલેક્શન’ એટલે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે, એક જ સમયે અથવા તબક્કાવાર મતદાન કરે તે.

ભારતમાં આઝાદી પછી, ઈ.સ. 1952, 1957, 1962 અને 1967 માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી, પરંતુ 1968 અને 1969 માં ઘણી વિધાનસભાઓ સમય પહેલા વિસર્જન કરવામાં આવી હતી. ત્યારબાદ 1970માં લોકસભા પણ ભંગ કરવામાં આવી હતી. જેના કારણે ‘વન નેશન-વન ઈલેક્શન’ની પરંપરા તૂટી ગઈ હતી.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: વન નેશન વન ઈલેક્શન અને યુસીસી ક્યારે આવશે? પીએમ મોદીએ જણાવ્યું

આ પણ વાંચો: મોદી કેબિનેટે આપી ‘વન નેશન વન ઈલેક્શન’ના પ્રસ્તાવને મંજૂરી, ખડગેએ કહ્યું- શક્ય નથી

આ પણ વાંચો: વન નેશન વન ઈલેક્શન પર રચાયેલી કમિટીની આજે પ્રથમ બેઠક મળી, આ નિર્ણયો લેવાયા