મેન વર્સેસ વાઈલ્ડ એપિસોડે ૬.૬ અબજ સોશિયલ મીડિયા ટ્રેડીંગ સાથે અમેરિકન ફૂટબોલ ટૂર્નામેન્ટ સુપર બાઉલને પાછળ રાખી ઈતિહાસ સર્જ્યો….
૧૨ ઓગષ્ટની રાત્રે ૯ વાગ્યે ડિસ્કવરી ચેનલ પર આવેલો બેયર ગ્રીલ સાથેનો PM નરેન્દ્ર મોદીનો મેન વર્સેસ વાઈલ્ડ એડવેન્ચર શો સૌથી નકામો અને કંટાળાજનક હતો. એકને એક વાતો, નવું કશું જ નહીં. ખૂબ જ નિરાશાજનક, જરા પણ મજા ન આવી. ફક્ત તે કહેવા માટે કે હું મારા બાળપણમાં ખૂબ જ ગરીબ હતો, બેયર ગ્રીલને તેના માટે કેટલા કરોડ ડોલરની ચૂકવણી કરવામાં આવી હશે? નરેન્દ્ર મોદીનાં મેન વર્સેસ વાઈલ્ડ એપિસોડ દર્શાવે છે કે લોકોનું વલણ કેટલું નાનું અને નકારાત્મક છે.
તમને એ જાણીને આશ્ચર્ય સાથે આનંદ થશે અને અમૂકને આંચકો પણ લાગશે કે, ભારતના PM નરેન્દ્ર મોદી પર આધારિત અને પ્રસારિત મેન વર્સેસ વાઈલ્ડ એપિસોડે સોશિયલ મીડિયા અને ટીવી વ્યૂઅરશીપનાં બધા જ વિક્રમ માત્ર એક અઠવાડિયામાં તોડી નાખ્યા છે. ૬.૬ અબજ સોશિયલ મીડિયા ટ્રેડીંગ સાથે મેન વર્સેસ વાઈલ્ડ પ્રોગ્રામે આ વર્ષની શરૂઆતમાં અત્યંત લોકપ્રિય બનેલા અમેરિકન ફૂટબોલ ટૂર્નામેન્ટ સુપર બાઉલનાં સૌથી વધુ સોશિયલ મીડિયા ટ્રેડીંગનાં રેકોર્ડને તોડી નાખ્યો છે. સુપર બાઉલ અંગે ૩.૪ અબજ વાર સોશિયલ મીડિયા પર ટ્રેડીંગ થયેલું હતું જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પર આવેલા મેન વર્સેસ વાઈલ્ડ એપિસોડે ૬.૬ અબજ સોશિયલ મીડિયા ટ્રેડીંગ સાથે સુપર બાઉલને પાછળ છોડી દીધો છે એ હકીકત સાબિત કરે છે કે આ એક નાનકડું પરાક્રમ નહોતું.
૧૮૦ દેશોમાં પ્રસારિત કરવામાં આવેલા આ કાર્યક્રમમાં વિશ્વભરનાં લોકો સક્ષમ સૌ પ્રથમ વખત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને વાદળોની ગર્જના, પક્ષીઓની કલબલાટ, નદીનાં પાણીની ખળખળ વચ્ચે ડિસ્કવરી ચેનલના એડવેન્ચર શો મેન વર્સેસ વાઈલ્ડના યજમાન બેયરની સાથે ઉત્તરાખંડના જીમ કોર્બેટના જંગલમાં એક નવી ઓળખ મળી. વિશાળ લોકશાહીના પ્રધાનમંત્રી અને જવાબદાર વ્યક્તિ હોવાના કારણે શોમાં નિશંકપણે મોદીજી કોઈ મોટા જોખમો ન જ લે. જો કે, મોદીજીએ આ શોમાં જે હિમ્મત, શોર્યતા, ધૈર્ય, સહજતા દર્શાવી તે કોઈપણ માટે પ્રેરણાદાયક છે. બેયર ગ્રીલ્સએ મોદીજીને તેમના બાળપણ, પ્રધાનમંત્રી બનવાની આશા, સપના અને કુટુંબને લગતા ઘણા પ્રશ્નો પૂછ્યા, જેનો તેમણે ખુલ્લેઆમ જવાબ આપ્યો. ચાલતી વખતે ગ્રીલ્સએ તેમના માટે અને ભારત માટે ભગવાન પાસે પ્રાર્થના કરી, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને મહાન વ્યક્તિત્વથી સમૃદ્ધ ગણાવ્યા.
સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન મોદીજીએ તેમને વિરાટ વ્યક્તિત્વનો અનુભવ થવા દીધો નહીં. ગ્રીલ્સએ ઘણીવાર તેમના ખભા પર કે માથા પર હાથ મૂક્યો, તેમને ભેટ્યો. ક્યારેક હાથ પકડી ઝડપથી ચાલવા સૂચવ્યું પરંતુ મોદીજીએ તેને ખૂબ જ સરળતાથી લીધું. તેમણે ગ્રીલ્સ સાથે ચાનો સ્વાદ પણ માણ્યો. લાકડાની ઝાળીઓમાંથી બનેલી હોળી પર તેઓ જોખમી રીતે નદીને ઓળંગી ગયા ત્યારે તેમના ચહેરા પર ભય કે અસહજતા નહતી. પ્રધાનમંત્રી મોદીજીએ આ શોનાં માધ્યમ દ્વારા વિશ્વને ભારતીય સંસ્કૃતિના પ્રકૃતિ પ્રત્યેના મંતવ્યોથી વાકેફ કર્યા. તેમણે કહ્યું કે અહીં દરેક પ્રાણી, વૃક્ષ અને છોડને ભગવાનનો ભાગ માનવામાં આવે છે.
તેમની પૂજા કરવામાં આવે છે. મોદીજીએ પ્રકૃતિ સાથે વિરોધાભાસ નહીં, પણ સંવાદનો સંદેશ આપ્યો. પ્રશ્નો અને જવાબો વચ્ચે મોદીજીએ પ્રકૃતિનાં ખોળામાં બાળપણમાં વિતાવેલી ક્ષણો અને પાછળથી હિમાલયમાં વિતાવેલા જીવનને યાદ કર્યા. પ્રકૃતિ વિશે પરિવાર તરફથી મળેલા સંસ્કારોની ઝલક તેમની વાતોમાં પણ સ્પષ્ટ મળતી હતી. ખરેખર દુનિયાભરનાં જે લોકો મોદીજીથી સંપૂર્ણપણે પરિચિત નથી તેઓ આ પ્રોગ્રામ જોઈ અવશ્ય મોદીજીના પ્રશંસક બની જશે॰
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.