Not Set/ આજે મોદી-પુતિનની અનૌપચારિક મુલાકાતની 5 મુખ્ય ખાસ મુદ્દા

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ સોમવાર રોજ રુસના સોચી પહોંચ્યા હતા. જ્યાં તેમની મુલાકાત વ્લાદિમીર પુતિન સાથે થઇ હતી. અનૌપચારિક મુલાકાત થવાના કારણે કહેવામાં આવી રહ્યું છે કે આ મુલાકાતમાં દ્વિપક્ષીય મુદ્દાઓ પર ખાસ ધ્યાન રાખવામાં નહીં આવે પરંતુ મોદી અને પુતીનની વાર્તાલાપ ઘણા પ્રમાણમાં મહત્વની છે. અમેરિકા અને રૂસ વચ્ચે વધતી પ્રતિદ્વંદ્વીતામાં એક વાર […]

Top Stories World Politics
dc Cover mo4m25tusuj43pu7hfgplfvpp7 20170801133813.Medi 1 આજે મોદી-પુતિનની અનૌપચારિક મુલાકાતની 5 મુખ્ય ખાસ મુદ્દા

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ સોમવાર રોજ રુસના સોચી પહોંચ્યા હતા. જ્યાં તેમની મુલાકાત વ્લાદિમીર પુતિન સાથે થઇ હતી. અનૌપચારિક મુલાકાત થવાના કારણે કહેવામાં આવી રહ્યું છે કે આ મુલાકાતમાં દ્વિપક્ષીય મુદ્દાઓ પર ખાસ ધ્યાન રાખવામાં નહીં આવે પરંતુ મોદી અને પુતીનની વાર્તાલાપ ઘણા પ્રમાણમાં મહત્વની છે.

અમેરિકા અને રૂસ વચ્ચે વધતી પ્રતિદ્વંદ્વીતામાં એક વાર ફરી અમેરિકી પ્રતિબંધોનો સમય શરુ થઇ ગયો છે. રૂસની સરકારી હથિયાર કંપની સિવાય અન્ય કંપનીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રૂસી સૈન્ય નિર્યાત ઉપર અમેરિકી પ્રતિબંધથી ભારત સાથે થતી લગભગ 39,822 કરોડ રૂપિયાની ડીલ ખતરામાં છે. અનોપચારિક બેઠકમાં એ પણ ચર્ચા કરવામાં આવી શકે છે.

વિદેશ મંત્રાલય પરમેન પીએમ મોદીની રૂસ યાત્રા તેમના અને પુતિન માટે આંતરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચાર કરવા સિવાય વિશિષ્ઠ અને રાજનીતિક સજેદારીને મજબુત કરવાનો સુવર્ણ અવસર બની શકે છે. જાણો પીએમ મોદી અને પુતિનના મુલાકાતની 5 મુખ્ય વાતો:

  1. બંને વચ્ચે ઈરાન પરમાણુ સમજુતીથી અમેરિકાનું અલગ થવાનો મુદ્દો ઉઠી શકે છે. બંને નેતા આ દિલથી અમેરિકા બહાર થવા પર થતાં આર્થિક પ્રભાવો વિષે વાત કરી શકે છે.
  2. મોદી અને પુતિન વચ્ચે 6 કલાક સુધી “એજેન્ડા રહિત” વાતચીત થશે. આ મીટીંગ સમયે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા નાં બરાબર થશે એ નક્કી છે. ચેનલ ટાઈમ્સ નાઉ અનુસાર બેઠકમાં અફઘાની અને સીરિયાની સ્થિતિ પર ચર્ચા થઇ શકે એમ છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન અને બ્રિકસ વચ્ચે ઘટિત આતંકવાદ પર પણ ચર્ચા થઇ શકે છે.
  3. સુત્રોએ પીટીઆઈ ને જણાવ્યું હતું કે મોદી અને પુતિન વચ્ચે વાર્તાલાપ દરમિયાન રૂસ પર લાગેલા અમેરિકી પ્રતિબંધ અને ભારત રૂસ વચ્ચે રક્ષા સહયોગ મુદ્દા પર પણ વાત થશે.
  4. આ અનૌપચારિક મુલાકાત દરમિયાન ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ભરોસો અને સમાનતા લાવવાનું છે. બન્ને દેશો વચ્ચે ભારત-રૂસ પરમાણુ સહયોગ સાથે કોઈ ત્રીજા દેશને પણ જોડવાનો વિચાર થઇ શકે છે. આ સિવાય ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરીડોર પ્રોજેક્ટ પર સહયોગને લઈને વાતચીત થઇ શકે છે.
  5. મોદી અને પુતિન કોરિયન પ્રાયદ્વીપ વિશે ઓઅન વાત થઇ શકે છે. બંને દેશો વચ્ચે થનાર આ બેઠકમાં બહુ નાનું પ્રતિનિધિ મંડળ હાજર રહેશે.