ભારત સરકાર ટેક્સ્ટાઇલ સેક્ટરને પ્રોત્સાહન આપવાની તૈયારમાં છે. આ ક્રમમાં, સરકાર ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ વધારવા અને રોજગારીની તકો વધારવા માટે આશરે 300 ટેક્સટાઇલ ઉત્પાદનો પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારી રહી છે. ચાલો આપણે જાણીએ કે આ પગલાંથી શું બદલાવો થશે…..
ઇકોનોમિક્સ ટાઈમ્સની રિપોર્ટ અનુસાર, ટેક્સટાઇલ સેક્ટરમાં વિદેશી મૂડીરોકાણ એટલે કે એફડીઆઇ નિયમોમાં પણ ઢીલ આપી શકે છે. આ ઈમ્પોર્ટ ડ્યૂટી ફેબ્રિક્સ, ગાર્મેન્ટ્સ અને ફાઇબર્સ પર વધારી શેકે એવી સંભાવના છે. જણાવી દઈએ કે વાતો ચાલી રહી છે કે ઈમ્પોર્ટ ડ્યુટી 5-10% થી 20% સુધી કરી શકે છે.
અહેવાલો અનુસાર, સરકાર આગામી સપ્તાહમાં તેની સૂચના આપી શકે છે. સરકારની આ પહેલ ટેક્સટાઇલ સેક્ટરમાં કામ કરતા લોકોને લાભ કરશે અને નવી રોજગારની તકો પણ ઉભી થશે.
જેનાથી આ સેક્ટરમાં મેન્યુફેક્ચરને ઘણો ફાયદો થશે અને અંદાજે 10.5 કરોડ લોકોને રોજગારી મળી શકે છે. આ પહેલા જુલાઈમાં પણ ડ્યુટી વધારવામાં આવી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી ચૂંટણી પહેલા સરકાર આ ક્ષેત્રમાં રોજગાર પેદા કરવાનો પ્રયત્ન કરશે, જેથી તેમને આગામી લોકસભા ચૂંટણીમાં લાભ થશે.
જુલાઇમાં, સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના હેતુસર, સરકારે જેકેટ, સુટ્સ અને કાર્પેટ્સ સહિત 50 થી વધુ વસ્તુઓ પર ઈમ્પોર્ટ ડ્યૂટીને બમણી કરી.
વેપાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ભારત કાપડ સેક્ટરને કોઈ સીધો નિકાસ પ્રોત્સાહન આપી શકશે નહીં, તેથી સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા સેગમેન્ટ શરૂ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.