પાકિસ્તાનનાં ભૂતપૂર્વ બોલર વસીમ અકરમે મોહમ્મદ આમિરને સમર્થન આપતાં કહ્યું કે, આગામી ટી-20 વર્લ્ડ કપ માટે તેને પાકિસ્તાનની ટીમમાં હોવું જોઈએ. આપને જણાવી દઈએ કે, ગત વર્ષે ડિસેમ્બરમાં મોહમ્મદ આમિરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. જે રીતે મોહમ્મદ આમિરે માત્ર 29 વર્ષની ઉંમરે નિવૃત્તિની ઘોષણા કરી, તે પછી પાકિસ્તાન ક્રિકેટમાં તેમની નિવૃત્તિ અંગે ચર્ચા છે. મોહમ્મદ આમિરે ખુદ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ટીમનાં ખેલાડીઓએ તેમની સાથે યોગ્ય વર્તન કર્યું નથી.
ક્રિકેટ / વોર્નરે માન્યુ અમે ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન કોહલીની બરોબરી ન કરી શકીએ
જોકે બાદમાં મોહમ્મદ આમિરે નિવૃત્તિ પાછી ખેંચી લીધી હતી, પરંતુ તેણે પાકિસ્તાન ક્રિકેટ મેનેજમેન્ટ પર પોતાની ભડાસ નિકાળી હતી. હવે વસીમ અકરમે મોહમ્મદ આમિરને સમર્થન આપ્યું છે અને કહ્યુ કે, વસીમ અકરમે કહ્યું, “મને ખૂબ જ આશ્ચર્ય થયું છે કે મોહમ્મદ આમિર ખૂબ જ અનુભવી બોલર છે અને ટી-20 વર્લ્ડ કપનો શ્રેષ્ઠ બોલર છે. અંગત રીતે મને લાગે છે કે તે ટી-20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમનો ભાગ હોવો જોઈએ. આ સાથે વસીમ અકરમે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય મોહમ્મદ આમિરનો અંગત નિર્ણય હતો અને તેના પર સવાલો ન ઉભા થવા જોઈએ. વસીમ અકરમે કહ્યું કે, અન્ય ખેલાડીઓએ પણ સારું પ્રદર્શન કર્યું છે, તેમણે પણ નિવૃત્તિની ઘોષણા કરી હતી, પરંતુ તેમની નિવૃત્તિ અંગે કોઈએ કંઈ કહ્યું નથી. આવી સ્થિતિમાં આમિરની નિવૃત્તિ પર કેમ સવાલ ઉભા થાય છે. મને લાગે છે કે જો મોહમ્મદ આમિર બીજા ફોર્મેટ માટે ઉપલબ્ધ છે તો તેણે પાકિસ્તાન તરફથી રમવાનું રહેશે. જણાવી દઇએ કે, મોહમ્મદ આમિર પાકિસ્તાન સુપર લીગમાં કરાચી કિંગ્સની ટીમનો એક ભાગ છે, જ્યાં વસિમ અકરમ આ ટીમનાં ડિરેક્ટર અને કોચ પણ છે. વસીમ અકરમે કહ્યું કે પાકિસ્તાનને મોહમ્મદ આમિરની ક્ષમતાવાળા ખેલાડીની જરૂર છે જેથી તે યુવા ખેલાડીઓને પ્રેરણા આપે.
કોરોનાનું ગ્રહણ / એશિયા કપ 2021 મુલતવી, એશિયન ક્રિકેટ કાઉન્સિલની જાહેરાત
વસિમે કહ્યું કે, વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટ માટે તમારે અનુભવી બોલરોની જરૂર છે જે અન્ય યુવા ખેલાડીઓને પણ માર્ગદર્શન આપી શકે. આમિરનાં અંગત નિર્ણયને લઇને ભારે હોબાળો થયો. અન્ય ખેલાડીઓ પણ તેમના બાળકનાં જન્મ સમયે રજા લે છે, આમાં મોટી વાત શું છે? અકરમે કહ્યું કે આપણે હજી વધુ ઉત્તમ ખેલાડીઓ તૈયાર કરવાની જરૂર છે કે જેઓ નિર્ભયતાની સાથે સારી રમત બતાવી શકે અને તે પછી જ પાકિસ્તાનની ટીમ સારો દેખાવ કરી શકે.