નંબર વન/ મોહમ્મદ શમીએ રચ્યો ઇતિહાસ; બધા ભારતીય દિગ્ગજ બોલરોને છોડ્યા પાછળ

ભારતીય ટીમે સતત સાત જીત સાથે ODI વર્લ્ડ કપ 2023ની સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે

Sports
વર્લ્ડકપ 2023 2 મોહમ્મદ શમીએ રચ્યો ઇતિહાસ; બધા ભારતીય દિગ્ગજ બોલરોને છોડ્યા પાછળ

Mohammad Shami Most Wickets: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ODI વર્લ્ડ કપ 2023ની ત્રણ મેચ રમીને ઈતિહાસ રચ્યો છે. તેણે ગુરુવારે શ્રીલંકા સામે પાંચ વિકેટ લઈને મોટી સિદ્ધિ નોંધાવી હતી. તે ODI વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે લાંબા સમયથી ટોચ પર રહેલા જવાગલ શ્રીનાથ અને ઝહીર ખાનને પાછળ છોડી દીધા છે. આટલું જ નહીં, તે ODIમાં ભારત માટે સૌથી વધુ પાંચ વિકેટ લેનાર બોલર બની ગયો.

ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ (ભારત)

  • મોહમ્મદ શમી- 45 વિકેટ
  • જવાગલ શ્રીનાથ- 44 વિકેટ
  • ઝહીર ખાન- 44 વિકેટ
  • જસપ્રીત બુમરાહ- 33 વિકેટ
  • અનિલ કુંબલે- 31 વિકેટ

ODI ક્રિકેટમાં સૌથી વધુ પાંચ વિકેટ લેનાર ભારતીય બોલર

  • મોહમ્મદ શમી- 4
  • હરભજન સિંહ- 3
  • જવાગલ શ્રીનાથ- 3
  • જસપ્રીત બુમરાહ- 2
  • કુલદીપ યાદવ- 2

ભારત સેમિ ફાઇનલમાં પહોંચ્યું

આ સાથે ભારતીય ટીમે સતત સાત જીત સાથે ODI વર્લ્ડ કપ 2023ની સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતે શ્રીલંકાને 302 રને હરાવ્યું અને વર્લ્ડ કપમાં તેની સૌથી મોટી જીત નોંધાવી. આ મેચમાં ભારતીય ઝડપી બોલરોએ તબાહી મચાવી હતી. શમીએ પાંચ, સિરાજને ત્રણ અને બુમરાહને એક વિકેટ મળી હતી. બુમરાહે આ આખા વર્લ્ડ કપની ત્રણ મેચમાં 14 વિકેટ પોતાના નામે કરી છે. જ્યારે બુમરાહ સાત મેચમાં 15 વિકેટ લેવામાં સફળ રહ્યો છે અને તે ભારતનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.

આ મેચમાં ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 357 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની આખી ટીમ 55 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતે આ મેચ 302 રને જીતી લીધી હતી. આ વર્લ્ડ કપમાં ભારતની સૌથી મોટી અને ODI ઈતિહાસમાં બીજી સૌથી મોટી જીત હતી. હવે ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. તેની આગામી બે મેચ 5 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા અને 12 નવેમ્બરે નેધરલેન્ડ સામે છે. 15 અને 16 નવેમ્બરે બે સેમિફાઇનલ રમાશે.

આ પણ વાંચો-ભારતની ભવ્ય જીત, વાનખેડેમાં શમી-સિરાજે લંકા લૂંટી

આ પણ વાંચો- શુભમન ગિલ અને સારા તેંડુલકર એક સાથે થયા સપોર્ટ, કેમેરા જોતા જ બંનેએ કર્યું એવું કે…