New Delhi News : બાળકોનું દિલ ક્યારે દુખી થઈ જાય તેની ખબર નથી પડી, આવું આપણે ન જાણે ક્યારથી સાંભળતા આવ્યા છીએ. બાળકો સામે કોઈ વાત કરતા પહેલા પણ વિચારવાની વાત મોટા વડીલ દ્વારા કહેવામાં આવે છે. 10 થી 12 વર્ષની ઉંમરમાં બાળક તણાવ સહન કરી શકતા નથી. તેમનું મન ખૂબ કોમળ હોય છે. તેને એ ખબર નથી પડતી કે તે કઈ વાતથી ખૂબ પરેશાન થઈ જાય છે. ક્યારેક બાળકો કેટલાક સવાલોના જવાબ જાતે જ શોધવાની કોશિષ કરે છે. 12 વર્ષની એક બાળકીના આપઘાતને પગલે ઘણા સવાલ ઉભા થયા છે.
દિલ્હીના બવાના વિસ્તારમાં એક 12 વર્ષની બાળકીએ ગળાફાંસો ખાઈ લઈને આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા ગઈ હતી કે માતા પિતા વચ્ચે ત્રણ વર્ષથી સંબંધો સરખા ચાલી રહ્યા ન હતા અને છુટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. તેના કારણે બાળકી તણાવમાં હતી. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહ પરિવારને સોંપી દીધો હતો.
માસૂમ બાળતી તો હવે આ દુનિયામાં નથી પણ તેના મોત પાછળ જવાબદાર કોણ. માતાપિતા વચ્ચે ઝઘડા સામાન્ય વાત છે. તેમછતા તેમણે વિચારવું જોઈએ તે ઘરમાં બીજુ પણ કોઈ છે. અંદોરઅંદરના ઝઘડામાં આ વાત સમજવી જરૂરી બની જાય છે. પરિવારનું તૂટી જવું એક વાત છે અને કોઈનો જીવ જવો અલગ વાત છે.
12 વર્ષની બાળકીના મનમાં કેવા સવાલ પેદા થયા હશે કે તેણે આવું પગલું ભર્યું. બાળકો તો ક્યારેય નથી ઈચ્છતા કે તેમના માતાપિતા વચ્ચે ઝઘડો થાય અને તે જુદા થઈ જાય. માતાપિતાની એ જવાબદારી છે કે જે પણ ઘરની અંદર ચાલી રહ્યું છે તેની અસર બાળકો પર ન પડે. તેમને પણ એ વાતથી તૈયાર કરવા જોઈએ કે માતા પિતા હવે સાથે નહી રહે. બાળકો તરફથી જે પણ સવાલ પુછાય તેનો જવાબ આપવો પડશે. નહી તો એવું થશે કે ભૂલ કોઈ કરે અને તેની સજા કોઈ બીજા ભોગવે.
પોલીસ તપાસમાં જમાયું હતું કે બાળકી તેના પિતા અને દાદી સાથે રહેતી હતી. જ્યારે તેની માતા પોતાના શાહબાદ ડેરી વિસ્તારમાં આવેલા પિયરમાં રહેતી હતી. તેણે પતિ વિરૂધ્ધ કોર્ટમાં છુટાછેડાની અરજી કરેલી છે. પરિવારે જણાવ્યું કે બાળકી સવારે સાત વાગ્યે સ્કૂલ ગઈ હતી. સકૂંલ બંધ હોવાથી તે ઘરે આવી ગઈ હતી. બપોરે પોણા બે વાગ્યે દાદીએ તેને સ્કૂલ ડ્રેસમાં જ પંખા સાથે લટકતી જોઈ હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જણાયું કે બાળકી તેના માતા પિતા વચ્ચેના ઝઘડાને કારણે ડિપ્રેશનમાં હતી. પોલીસ હાલમાં આ અંગે તપાસ કરી રહી છે. સાથે સાથે દરેક પરિવારે પણ આ સવાલનો જવાબ શોધવો રહ્યો.
આ પણ વાંચો:અમદાવાદના સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર
આ પણ વાંચો:પાટણમાં ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા, મહિલાને બચાવાઈ
આ પણ વાંચો:કલેકટરની દરમિયાનગીરી પછી હિમાદ્રી રેસિડેન્સીના બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ
આ પણ વાંચો:ભાજપ કોંગ્રેસના 13થી 14 ઉમેદવારોના નામાંકન રદ કરવાનો પ્રયાસ કરશેઃ ગોહિલ