એક તરફ પોલીસ વ્યાજખોરો વિરુદ્ધ અનેક પગલાંઓ લઈ રહી છે. આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ વ્યાજખોરો પોલીસ તંત્રને સતત પડકાર ફેકી રહ્યા હોય તેમ પોતાના કારનામાં સતત શરૂ રાખી રહ્યા છે. તાપી જીલ્લાના કૂકરમુંડા તાલુકાના કૂકરમુંડા ગામમાં વ્યાજખોરોએ મૂડી-વ્યાજ મેળવી લીધા બાદ પણ ફરીયાદીને મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે.
કૂકરમુંડા તાલુકાના કૂકરમુંડા ગામના એક ફરિયાદી એ કોરાલા ગામના વ્યક્તિ પરથી ઉછીના પૈસા લેતા એ પૈસા માંગવા આરોપીએ ફરિયાદીને ધમકી આપી મારી નાખવાની ધમકી આપતા મામલો નિઝર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે. નિઝર પોલીસે કોરાલા ગામના બે વ્યાજખોર ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્યના ગૃહ મંત્રી દ્વારા વ્યાજખોરો પર તવાઈ બોલાવી છે ત્યારે તાપી જિલ્લામાં છેવાડે આવેલા કૂકરમુંડા તાલુકામાં વ્યાજખોરીનો પ્રથમ મામલો પ્રકાશમાં આવ્યો છે. કૂકરમુંડા ગામના ફરિયાદી દેવેન્દ્ર નારાયણ પાડવી એ એમના ઘરે પુત્રીનો જન્મ થતાં આર્થિક સ્થિતિ સારી ન હોવાથી કોરાલા ગામના આરોપી કુંદન મગનભાઈ પાડવી પરથી થોડા દિવસ અગાઉ 5000 રૂપિયા ઉછીના લીધા હતા. આરોપીએ ફરિયાદી પાસેથી 5000ની સામે વ્યાજ સાથે 7500 રૂપિયા માગ્યા હતા. જેમાંથી ફરિયાદીએ આરોપીના ઘરે જઈને 6000 રૂપિયા આપ્યા હતા.
જોકે, વ્યાજખોરોનું આટલાથી પેટ ન ભરાતા આરોપી કુંદન પાડવી અને એનો ભાઈ પ્રદીપ પાડવી એ બાકીના પૈસા માંગવા માટે ફરિયાદી દેવેન્દ્ર નારાયણ પાડવી અને તેના સાથીને ધાક ધમકી આપી ઢીકા મુક્કીનો માર મારી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આરોપીની ધમકીથી ગભાઇ ફરિયાદી દેવેન્દ્ર નારાયણ પાડવી (રહે. કૂકરમુંડા તા. કૂકરમુંડા જી. તાપી) એ નિઝર પોલીસ મથકે કોરાલા ગામના આરોપી ભાઈઓ કુંદન મગન પાડવી અને પ્રદીપ મગન પાડવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. નિઝર પોલીસે આ બાબતે ફરિયાદ નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ ભાવનગરમાં લુખ્ખાતત્વો બેફામ, રોડ પર છરીના ઘા ઝીંકી વેપારીની હત્યા
આ પણ વાંચોઃ કળીયુગી દીકરાએ 73 વર્ષની વૃદ્ધ માતાના વાળ પકડી ઢોર માર માર્યો, ઘટના CCTVમાં કેદ
આ પણ વાંચોઃ યહૂદી જ ઉતર્યા ઇઝરાયલના વિરૂદ્ધમાં; કહ્યું- પેલેસ્ટાઇનને આપવી જોઇએ આઝાદી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.
તમે અમને Facebook, Twitter, WhatsApp, Telegram, Instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.