પંચમહાલના કાલોલ તાલુકાના સગનપુરા ગામ અને આસપાસના વિસ્તારોમાં પાછલા ઘણા સમયથી વાંદરાઓના ટોળાઓનો વાસ છે. ખેતરોમાં ઉભા પાકોનુ ભેલાણ આ વાંદરાઓ કરી જતા હોય છે. જે મધ્યે સોમવારે બપોરે ગામના કપિલાબેન ચતુરભાઈ રાઠોડ તેમના ખેતરમાં તુવેર કાપતા હતા ત્યારે વાંદરાઓના ટોળા પૈકી અચાનક એક વાંદરાએ આવીને તેમના પર હુમલો કરી બચકા ભર્ભયા હતા.
મહિલાના હાથ અને પગના ભાગે બચકાના ઊંડા ઘા પડી ગયા હતા. જોકે વાંદરાના હુમલાથી બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવતા તેમનો બચાવ થયો હતો. જેથી તાત્કાલિક ઈજાગ્રસ્ત મહિલાને ૧૦૮ મારફતે કાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા માં આવ્યા હતા.
આમ સગનપુરા ગામના ખેતરોમાં આ રીતે વાંદરાઓ દ્વારા થતા હુમલાને કારણે ગ્રામજનો માં ભયનો માહોલ વ્યાપી ગયો છે. જેથી ઋતુમય સિઝનમાં હુમલાખોર બનેલો વાંદરો વધુ અન્ય લોકો પર હુમલો કરે એ પહેલાં આતંક મચાવતા વાંદરાને તંત્ર દ્વારા પિંજરે પૂરવાની કવાયત હાથ ધરવામાં આવે તેવી સ્થાનિક ગ્રામજનોની લોકમાંગ ઉઠવા પામી છે.
Cricket / 420 વિકેટ ઝડપનાર આ ભારતીય બોલરે ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ
Rajkot / સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પાટીદાર મહિલાઓમાં રોષ, આગેવાનોને ટ્વીટ કરી કર્યા આક્ષેપ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…