Cricket/ મોન્ટી પાનેસરનું મોટું નિવેદન, તો શું વિરાટ કોહલી છોડી દેશેે કેપ્ટનશીપ?

ઓસ્ટ્રેલિયાનાં તેની જ ધરતી પર હરાવી ટીમ ઈન્ડિયા પેતાની ધરતી પર ઈગ્લેન્ડને હરાવવાની તૈયારી કરી રહી છે.

Sports
PICTURE 4 133 મોન્ટી પાનેસરનું મોટું નિવેદન, તો શું વિરાટ કોહલી છોડી દેશેે કેપ્ટનશીપ?

ઓસ્ટ્રેલિયાનાં તેની જ ધરતી પર હરાવી ટીમ ઈન્ડિયા પેતાની ધરતી પર ઈગ્લેન્ડને હરાવવાની તૈયારી કરી રહી છે. જો કે ટીમ ઈન્ડિયા પ્રથમ ટેસ્ટ મેચ બહુ જ ખરાબ રીતે હારી ગઇ હતી. પણ જે આપણે અત્યાર સુધી જોતા આવ્યા છીએ તેમ ટીમ ઈન્ડિયા હંમેશા હાર બાદ પરત ફરી છે. જો કે કોણ આ ટેસ્ટ સીરીઝ જીતશે કે હારશે તે વચ્ચે હવે ઈગ્લેન્ડનાં પૂર્વ સ્પિનર મોન્ટી પાનેસરે વિરાટ કોહલીને લઇને મોટુ નિવેદન આપ્યુ છે.

ઈગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં કારમી હાર બાદ વિરાટ કોહલીની કેપ્ટનશીપ પર સતત સવાલો ઉઠી રહ્યા છે. ઇંગ્લેન્ડ તરફથી 227 રનની કારમી હાર બાદ ટીમ ઈન્ડિયાએ તેની ધરતી પર છેલ્લી 14 ટેસ્ટમાં જીતનો સિલસિલો પણ તૂટી ગયો છે. જેને લઇને હવે ઇંગ્લેન્ડનાં પૂર્વ સ્પિનર ​​મોન્ટી પાનેસરે વિરાટ કોહલીની કેપ્ટનશીપ છોડવાનો સંકેત આપ્યો છે.

મોન્ટી પાનેસરનો મોટો દાવો

ઈગ્લેન્ડનાં પૂર્વ સ્પિનર ​​મોન્ટી પાનેસરે દાવો કર્યો છે કે, જો ટીમ ઈન્ડિયા ઈગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ હારી જાય છે તો વિરાટ કોહલી કેપ્ટનશીપ છોડી દેશે. એક ઇન્ટરવ્યૂં દરમિયાન મોન્ટી પાનેસરે કહ્યું હતું કે, વિરાટ કોહલી એક મહાન બેટ્સમેન છે, પરંતુ તેની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા સારું પ્રદર્શન કરી રહી નથી. કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારત છેલ્લા ચાર ટેસ્ટમાં સતત હાર્યું છે. તેમણે કહ્યું કે, મને લાગે છે કે વિરાટ કોહલી દબાણ વધારે રહેશે અને આ તેના પર એટલે પણ વધ્યું છે કે ભારતને ઓસ્ટ્રેલિયામાં અજિંક્ય રહાણેની કેપ્ટનશીપમાં ઐતિહાસિક જીત મળી હતી.

હવે ટીમ ઈન્ડિયા બીજી ટેસ્ટ મેચ હારશે તો આ આંક થશે 5

વધુમાં મોન્ટી પાનેસરે કહ્યું કે, ભારતીય ટીમે વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ સતત ચાર ટેસ્ટ મેચ હારી છે અને જો તે પછીની મેચ હારી જાય છે તો તે આંકડો પાંચ સુધી પહોંચી જશે, તો વિરાટ કોહલી ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડી દેશે. આ સિવાય તેણે ઈગ્લેન્ડની મોટી જીતને 227 રનથી અવિશ્વસનીય ગણાવી છે.

Cricket / પ્રથમ ટેસ્ટની હાર ભારતીય ટીમને પડી ભારે, પોઈન્ટ ટેબલમાં ઈગ્લેન્ડ બન્યું નંબર-1

Cricket / સચીન-સેહવાગની જોડી ફરી મળશે જોવા, શરૂ થવા જઇ રહી છે ‘રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝ’

Sports / ગોલ્ફ ગેમમાં રસ દાખવીને દેશ વિદેશમાં પોતાનુ નામ રોશન કરતી આ છે અમદાવાદની ગોલ્ડન ગર્લ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ