કોરોનાએ છેલ્લા દોઢ વર્ષમાં તમામ ધંધા વ્યવસાયને માઠી અસર પહોચાડી છે. તેમાં ભગવાનના મંદિરો પણ બાકાત નથી રહ્યા. ત્યારે રામ કથાકાર મોરારીબાપુની કથાને પણ કોરોનાનું ગ્રહણ નડ્યું છે. ઉત્તરાખંડમાં યોજાનારી મોરારીબાપુની રામકથા સ્થગિત કરવામાં આવી છે. ઉત્તરાખંડના દેવ પ્રયાગ ખાતે શનિવારથી રામકથા શરૂ યોજાવાની હતી. જેને હાલમાં કોરોનાની ગંભીરતાને ધ્યાને રાખીને સ્થગિત કરવામાં આવી છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા લોકડાઉન લંબાવતા આ રામકથા સ્થગિત કરવામાં આવી છે. લોકડાઉન હટાવી લેવામાં આવશે એટલે રામકથાની નવી તારીખો ફરી જાહેર કરવામાં આવશે.
કોરોનાનાં કેસો પહેલા કરતા ઓછા થઈ શકે છે, પરંતુ ત્રીજી લહેરની સંભાવનાને કારણે જોખમ હજી વધુ વધી ગયું છે. સાથે બ્લેક ફંગસના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં સરકાર કોઈ બેદરકારી દાખવવા માંગતી નથી. તેથી જ કર્ફ્યૂ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી રહ્યો નથી. જોકે થોડીક છૂટછાટ આપવામાં આવી છે.
મહારાષ્ટ્ર / શિવસેનાના ધારાસભ્યએ CM ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો, કહ્યું- પીએમ મોદી સાથે ફરી જોડાઓ
ઉત્તરાખંડમાં ફરી એકવાર, કોરોના કર્ફ્યૂને એક અઠવાડિયા માટે વધારવામાં આવ્યું છે. રાજ્યમાં 22 જૂનથી 29 જૂન સુધીના કર્ફ્યૂમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સીએમ તીરથસિંહ રાવતની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે, કર્ફ્યૂ દરમિયાન ઘણી છૂટ પણ આપવામાં આવી છે.
શિક્ષણ વિભાગ / 1 જુલાઇથી શાળાઓ અને કોલેજો ખુલી શકે છે
ઉલ્લેખનિય છે કે દેશમાં કોરોનાની બીજી લહેર હવે ધીમે ધીમે પોતાનો કહેર ઓછો કરી રહી છે. દૈનિક નોધાતા કેસમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાથી મોતનો આંકડો પણ ઘટ્યો છે.