- ભીખુભાઇ દલસાણિયા-શંકર ચૌધરીની હાજરીમાં જોડાઇ શકે
- અગાઉ જિ.પં પ્રમુખ કિશોર ચીખલીયા જોડાયા હતા ભાજપમાં
- પેટાચૂંટણી પહેલાં જો ભાજપમાં જોડાશે તો કોંગ્રેસને મોટો ફટકો
ચૂંટણી કોઈ પણ હોય જોડ-તોડ નું રાજકારણ શરુ થી જાય ચ. ચૂંટણી આવતા જ નેતાઓમાં નારાજગીની મોસમ જોવા મળવું અને જે પક્ષમાંથી ચૂંટાઈને આવ્યા હોય તેમાંથી રાજીનામું આપવું હેવા સામાન્ય બની ગયું છે. આ પેટા ચૂંટણી સમયે પણ સ્થાનિક લેવલે તોડ-જોડણી રાજનીતિ ચાલુ થઈ ગઈ છે.
વાત કરીએ મોરબી પેટા ચૂંટણીની તો અહી કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રત્યે નારાજગી દર્શાવીને કેસરિયા કર્યા હતા. અને હાલમાં ભાજપમાંથી ઉમેદવારી નોધાવી છે. આ ચૂંટણી પહેલા મોરબી કોંગ્રેસમાં મોટું ભંગાણ પડે તેવા આંધણ પણ વર્તાઈ રહ્યા છે. પેટાચૂંટણી પહેલા મોરબી ન.પા પ્રમુખ કેતન વિલપરા સહીત ૮ કાઉન્સીલર કેસરિયા કરશે તેવી માહિતી સુત્રો દ્વારા મળી રહી છે.
નોધનીય છે કે, નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા, નગરપાલિકા સભ્ય બિપિન દેત્રોજા, નવીન ઘુમલીયા, અશોક કાંજીયા, જીતેન્દ્ર ફેફર, ઈદરીશ જેડા, જયદીપસિંહ રાઠોડ અને અરુણા બા જાડેજા સહિત 8 સભ્યો ભાજપનો ખેસ ધારણ કરશે. નગરપાલિકાના એકસાથે 8 નેતાઓએ ભાજપની પડખે ઉભા રહેવાનું નક્કી કર્યું છે. ભીખુભાઇ દલસાણિયા-શંકર ચૌધરીની હાજરીમાં ભાજપમાં જોડાઇ શકેછે. અગાઉ જિ.પં પ્રમુખ કિશોર ચીખલીયા પણ ભાજપમાં જોડાયા હતા.
મોરબીમાં કોંગ્રેસના એક પછી એક કાંગરા ખરતા જોવા મળી રહ્યા છે. ત્યારે ચૂંટણીમાં પણ રસાકસી ભરી બની રહશે. ત્યારે હવે મતદારો કોને પોતાનો વોટ આપે છે તે મહત્વનું બની રહેશે.