મોરબી/ ચાર દિવસથી ગુમ બાળકીનો મળ્યો મૃતદેહ, હત્યા થઈ હોવાની શંકા

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ રોયલ સીરામીક કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય પરિવારની ચારેક વર્ષની માસુમ બાળકી ચાર દિવસ પહેલા ગુમ થઈ હતી.

Gujarat Others
YouTube Thumbnail 2023 10 21T154228.699 ચાર દિવસથી ગુમ બાળકીનો મળ્યો મૃતદેહ, હત્યા થઈ હોવાની શંકા
  • મોરબીના લખધીરપુર રોડ પર બાળકીની હત્યા
  • કારખાનાના ગોડાઉનમાંથી મળ્યો બાળકીનો મૃતદેહ
  • બાળકીને ગળેટૂંપો આપી કરવામાં આવી હત્યા

Morbi News: મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના ગોડાઉનમાંથી ચાર વર્ષની બાળકીની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી છે, હાલમાં મોરબી તાલુકા પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા કાર્યવાહી હાથ ધરી હત્યાના આ શંકાસ્પદ બનાવમાં કડીઓ મેળવવી શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ રોયલ સીરામીક કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય પરિવારની ચારેક વર્ષની માસુમ બાળકી ચાર દિવસ પહેલા ગુમ થઈ હતી. બાળકી લાપતા બનતા પરિવારે શોધખોળ શરૂ કરી મોરબી તાલુકા પોલીસમાં ગુમસુધા નોંધ કરાવવામાં આવી હતી.

બીજી તરફ મોરબીના લખધદિરપુર રોડ ઉપર આવેલ મેટ્રો સીરામીક ફેક્ટરીની બાજુમાં બંધ પડેલા કારખાનામાંથી કૂતરાઓએ ફાડી ખાધેલ હાલતમાં આ બાળકીનો મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસ કાફલો બનાવ સ્થળે ડોસી ગયો હતો અને મૃતક બાળકી લાપતા થયેલ પરપ્રાંતીય પરિવારની જ હોવાનું સ્પષ્ટ બન્યું હતું.

મહત્વનું છે કે આ બાળકીનો મૃતદેહ બંધ પડેલા કારખાના પાસે મળ્યો હતો, જો કે હાલ પ્રાથમિક મૃતદેહ જોતા એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બાળકીને મોતને ઘાટ ઉતારી મૃતદેહને ફેકી દીધો હોઈ શકે છે.  જો કે શ્વાને મૃતદેહ પર બચકા ભર્યાના નિશાન પણ જોવા મળ્યા છે.


whatsapp ad White Font big size 2 4 ચાર દિવસથી ગુમ બાળકીનો મળ્યો મૃતદેહ, હત્યા થઈ હોવાની શંકા


આ પણ વાંચો:જામનગરમાં યુવકો ધગધગતા અંગારા ખુલ્લા પગે રમે છે રાસ, લોકોના બન્યું આકર્ષણનું કેન્દ્ર

આ પણ વાંચો:હિંમતનગરમાં પાર્ટી કલ્ચરની જગ્યાએ ભારતીય પરંપરા અનુરૂપ નવરાત્રીની ઉજવણી

આ પણ વાંચો:સસ્તા ભાવે હીરા મેળવવાની લાલચમાં સુરતનો વેપારી નેપાળમાં લૂંટાયો

આ પણ વાંચો:જુનાગઢમાં અર્વાચીન ગરબીઓની સાથે પ્રાચીન ગરબીઓએ લોકોનું આકર્ષણ જાળવી રાખ્યું