દેશમાં કોરોનાવાયરસના આંકડા ફરી એક વાર ભયજનક નોંધાયા છે. સતત વધી રહેલા કેસો સામે સરકાર પણ લાચાર હોય તેવું નજરે પડી રહ્યું છે. હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે દર્દીઓને નવા બેડ મેળવવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. તે જોતા દેશમાંથી કોરોના કાબુ બહાર હોય તેમ લાગી રહ્યું છે અને સ્થિતિ ભયાવહ બની છે.દેશમાં કોરોનાના કેસો કૂદકે ને ભૂસકે વધતા જાય છે તેમજ દિનપ્રતિદિન નવો રેકોર્ડ સર્જતા જાય છે.તેની વચ્ચે સૌપ્રથમ વખત સાજા થયેલા દર્દીઓનો આંકડો વધારે નોંધવામાં આવ્યો છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.55 લાખ થી વધુ નવા કેસો નોંધાયા છે. જ્યારે પ્રથમ વખત સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1.30 લાખથી વધુ થવા જાય છે. જેથી કુલ કેસો હવે 1.46 કરોડને પાર થયા છે.
દેશમાં ફરી એક વખત એક હજારથી વધારે મોત નિપજ્યા છે. સતત ત્રીજા દિવસે મોતનો આંકડો એક હજારને પાર થયો છે. છેલ્લા 24 કલાકમાં 1400 થી વધુ લોકોના કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જેથી કુલ કેસો હવે 1.46 કરોડને પાર થયા છે. જ્યારે એક્ટિવ કેસ હવે 18 લાખ ની સપાટીએ પહોંચ્યા છે.
વિવિધ રાજ્યોમાં કોરોના કેસની સ્થિતિ પર નજર કરીએ તો મહારાષ્ટ્રમાં ફરી એક વખત કોરોનાના આંકડા એ નવો રેકોર્ડ સર્જ્યો છે. અહીં 67,123 નવા કેસ નોંધાયા છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં 27,334, દિલ્હીમાં 24,375 કેસ, છત્તીસગઢમાં 16,183કેસ, કર્ણાટકમાં 17,489 જ્યારે મધ્યપ્રદેશમાં 11,269 કોરોનાના નવા કેસ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત કેરળ તામિલનાડુ ગુજરાત, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…