@ઋષ્યંત શર્મા, ડાંગ
કોંગ્રેસનો ગઢ ગણાતા ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં કોંગ્રેસને મોટું નુકસાન થયું છે. સુબિરના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો તેમના હજારો સમર્થકો સહિત કોંગ્રેસના 100 થી વધુ સક્રિય કાર્યકરોએ કોંગ્રેસને રામરામ કરી ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ડાંગ જિલ્લામાં કોંગ્રેસના સુપડાસાફ થઈ ગયા હોય એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. અગાઉ વિધાનસભા પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસના પીઠ નેતા એવા ધારાસભ્ય મંગળ ગાવીત ત્યાર બાદ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના પ્રમુખ ચંદર ગાવીત અને તેમના સમર્થકો ભાજપમાં જોડાયા હતા. ડાંગના મોટા ભાગના સરપંચો પણ ભાજપના વિકાસને જોઈ કોંગ્રેસ સાથે છેડો ફાડી કોંગ્રેસની જૂની વિચારધારા ને રામ રામ કરીને ભાજપના વિકાસ રથમાં સવાર થઇ ચુક્યા છે. આજે ફરી એકવાર ડાંગ જિલ્લાના સુબિર ખાતે મંત્રી ગણપત વસાવા અને ચૂંટણી ઇન્ચાર્જ અશોક ધોરાજીયાની ઉપસ્થિતિમાં સુબિર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ યશોદા રાઉત , જિલ્લા પંચાયતના 3 સભ્યો તેમજ સુબિર, સેપુઆંબા અને કેશબંધ ગ્રામ પંચાયતના સરપંચ સહિતના તમામ સભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા. મંત્રી ગણપત વસાવાએ તમામ લોકોને ભાજપ નો ખેસ પહેરાવી આવકાર આપ્યો હતો.
આ પ્રસંગે ભાજપ નેતા ગણપત વસવા એ જણાવ્યું હતું કે, ઉલ્લેખનીય છે કે ડાંગમાં છેલ્લા 6 મહિનામાં કોંગ્રેસના દિગગજ નેતાએ સહિત હજારોની સંખ્યામાં લોકોએ ભાજપનો ખેસ પહેરતા હવે કોંગ્રેસ પાર્ટીમાં આંગળીના વેઢે ગણાય એટલા કાર્યકરો રહી ગયા છે ત્યારે ડાંગ જિલ્લા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડાસાફ થઈ જાય તો નવાઈ નહિ.
Vaccine / અહીં કલેકટર રસી લેવાનો ઇન્કાર કરાતાં અન્ય કર્મીઓમાં શંકા કુશંકા થઈ ઉભી
કૃષિ આંદોલન / સરકાર અને ખેડૂત નેતાઓની વધુ એક બેઠક યોજાશે આ તારીખે ….
Covid-19 / અહીં એક સાથે 22 બાળકો કોરોના પોઝિટિવ મળી આવતા સ્થાનીકોમાં હડકંપ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…