હલ્લાબોલ/ કપડવંજમાં પીવાના ગંદા પાણીના મામલે 100થી વધુ મહિલાઓએ નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો

મહિલાઓએ નગરપાલિકમાં પાણીના મુદ્દે હાય હાયના  સૂત્રોચ્ચાર કર્યા હતા.શહેરના ગોપાલપુરા વિસ્તારમાં ગટરના પાણી આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.સ્થા

Top Stories Gujarat
4 60 કપડવંજમાં પીવાના ગંદા પાણીના મામલે 100થી વધુ મહિલાઓએ નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો

કપડવંજ નગરપાલિકા ખાતે 100 થી વધુ મહિલાઓનો પાણી મુદ્દે હલ્લાબોલ…

મહિલાઓએ નગરપાલિકા ખાતે પહોંચી નગરપાલિકા હાય હાય ના નારા લગાવ્યા…

શહેરના ગોપાલપુરા વિસ્તારમાં આવતા ગટરના ગંદા પાણીથી રહીશો ત્રાહિમામ…

સ્થાનિકોએ ઘણા સમયથી નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય….

રાત્રિના‌ 8 કલાકે વિસ્તારની મહિલાઓ પહોંચી કપડવંજ નગરપાલિકા ખાતે…

છેલ્લા એક માસના સમયથી વિસ્તારની મહિલાઓ પીવાના ગંદા પાણીથી ત્રાહિમામ પોકારે ઉઠી છે..

કપડવંજ નગરપાલિકા ખાતે 100થી વધુ મહિલાઓનો પાણીના મુદ્દે હલ્લાબોલ કર્યો હતો.મહિલાઓએ નગરપાલિકમાં પાણીના મુદ્દે હાય હાયના  સૂત્રોચ્ચાર કર્યા હતા.શહેરના ગોપાલપુરા વિસ્તારમાં ગટરના પાણી આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.સ્થાનિક લોકોએ આ સમસ્યાને લઇને અનેકવાર લેખિત અને મોખિક રજૂઆત કર્યા છંતા તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.રાત્રિના 8 કલાકે વિસ્તારની મહિલાઓ નગરપાલિકા પહોંચી હતી અને હલ્લા બોલ કર્યો હતો. છેલ્લા એક માસથી આ વિસ્તારમાં ગંદા પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.