Vadodara News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતે છેલ્લા એક દાયકામાં સંરક્ષણ ક્ષેત્રે દાખવેલી મોટી દોટ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ડિફેન્સ ઉત્પાદનમાં ખાનગી ભાગીદારીનો વ્યાપ વધાર્યો છે. DRDO, HALને પણ સશક્ત કર્યા છે. નવા ડિફેન્સ કોરિડોર પણ ઉભા કરાયા છે. આઇવેક્સ જેવી સ્કીમોએ સ્ટાર્ટ અપ્સને ગતિ આપી છે. 1000 નવા ડિફેન્સ સ્ટાર્ટ અપ દેશમાં બન્યા છે અને ડિફેન્સ કોરિડોર પણ બન્યો છે.10 વર્ષમાં ભારતનું ડિફેન્સ એક્સપોર્ટ 30 ગણું વધ્યુ છે.
ભારતમાં સ્કિલ્સ અને ડિફેન્સ ઉત્પાદન પર ફોકસ છે. આ ફેક્ટરીથી ભારતમાં નવા ઉદ્યોગોને બળ મળશે. દેશના અનેક નાના શહેરોમાં એર કનેક્ટિવિટી પહોંચાડી છે. વડોદરામાં ફાર્મા, એન્જિનિયરિંગની અનેક કંપનીઓ છે. કેમિકલ અને પાવરની પણ અનેક કંપનીઓ વડોદરામા છે. ગુજરાત સરકારને તેમનાં નિર્ણયો માટે ખૂબ અભિનંદન પાઠવું છું.
PM મોદીએ વધુમાં કહ્યું હતું કે, ઓક્ટોબર 2022માં જ આ ફેક્ટરીનું નિર્માણ શરૂ થયું હતું. બે વર્ષમાં આ ફેક્ટરી એરક્રાફ્ટના નિર્માણ માટે તૈયાર છે. ભારતમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ નવી ઉંચાઇઓ પર પહોંચી ગયું છે. 10 વર્ષ પહેલાં જે પગલાં લેવા શરૂ કર્યા હતા તેનું આ પરિણામ છે. અમે નવા રસ્તે ચાલવાનું પસંદ કર્યું, તેનું આ પરિણામ છે. શક્યતાને સમૃદ્ધિમાં બદલવા યોગ્ય પ્લાન, ભાગીદારી જરૂરી છે.
ટાટા એડવાન્સ સિસ્ટમનું ઉદ્ઘાટન સમયે PM મોદીએ વધુમાં કહ્યું હતું કે, C – 295 એરક્રાફ્ટનું ઉત્પાદનનું હવે નિર્માણકાર્ય થશે. એરબસ અને ટાટાની ટીમને ખુબ-ખુબ શુભેચ્છાઓ…આપણે દેશના મહાન સપૂત રતન ટાટાજીને ગુમાવ્યા છે. રતન ટાટાજીને આજે સર્વાધિક ખુશી થઇ હોત, તેમની આત્મા જ્યાં હશે ત્યાં આજે પ્રસન્ન હશે. નવા ભારતના નવા વર્ક કલ્ચરને આ સિસ્ટમ અસર કરે છે. ભારત કઇ સ્પીડથી કામ કરે છે તે અહીં દેખાય છે.
વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજથી અમે ભારત અને સ્પેન વચ્ચેની ભાગીદારીને નવી દિશા આપી રહ્યા છીએ. અમે C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ફેક્ટરી શરૂ કરી રહ્યા છીએ. ભારત-સ્પેનના સંબંધોને મજબૂત કરવા ઉપરાંત, આ ફેક્ટરી મેક ઈન ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડના મિશનને પણ મજબૂત કરવા જઈ રહી છે.
આ પણ વાંચોઃ રોડ શોમાં પીએમ મોદી-સાંચેઝે વિકલાંગ વિદ્યાર્થીને મળવા માટે કાફલાને રોક્યો
આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં C-295 એરક્રાફ્ટના કોમ્પલેક્સનું ઉદઘાટન કર્યુ
આ પણ વાંચોઃ વડોદરામાં પીએમ મોદી અને સ્પેનના પ્રેસિડેન્ટનો રોડ શો