અમદાવાદઃ બેન્કો દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યા પછી એનઆરઆઇઓએ ભારતમાં તેમની બેન્ક થાપણો મૂકવા દોટ લગાવી છે. સ્વાભાવિક છે કે મોટાભાગના એનઆરઆઇ ગુજરાતી છે. ગુજરાતમાં એનઆરઆઇની 70 ટકા થાપણો અમદાવાદ, કચ્છ, વડોદરા, આણંદ અને રાજકોટ એમ પાંચ જિલ્લામાં આવે છે.
સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (એસએલબીસી)ના તાજેતરના અહેવાલ મુજબ રાજ્યમાં કુલ થાપણોમાં એનઆરઆઇ થાપણો 86,635 કરોડ રૂપિયા હતા. તેમા પણ આ પાંચ જિલ્લાનો હિસ્સો 61,284 કરોડ રૂપિયા એટલે કે લગભગ 80 ટકા હતો. આ દર્શાવે છે કે આ પાંચેય જિલ્લામાં એનઆરઆઇની સંખ્યા નોંધપાત્ર પ્રમાણમાં છે.
આ ટોચના પાંચ જિલ્લા ઉપરાંત ખેડા, આણંદ, નવસારી, કચ્છ અને પોરબંદર જિલ્લામાંથી પણ નોંધપાત્ર પ્રમાણમાં લોકો વિદેશમાં સ્થળાંતર કરીને ગયા છે અને રાજ્યમાં એનઆરઆઇ થાપણો વધારી છે. બેન્કિંગ સેક્ટરના સૂત્રોએ જણાવ્યું હતું કે એનઆરઆઇ થાપણોમાં વધારો થવાનું કારણ બેન્કો દ્વારા ઓફર કરવામાં આવતો ઊંચો વ્યાજદર છે.
કચ્છ, આણંદ, પોરબંદર, ખેડા, નવસારી અને કચ્છના કેટલાય વિસ્તારો એનઆરઆઇ બેલ્ટ માનવામાં આવે છે. અહીંથી ઘણા લોકો વિદેશમાં ગયા છે. તેના પગલે રાજ્યની એનઆરઆઇ થાપણોમાં આ જિલ્લાઓનું અસરકારક યોગદાનું વધ્યું છે.
અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરો સારી બેન્કિંગ હાજરી ધરાવે છે. તેના લીધે તેના એનઆરઆઇ એકાઉન્ટ નંબરોની સંખ્યા પણ ઘણી વધારે છે, એમ એસએલબીસીના ટોચના સ્ત્રોતે જણાવ્યું હતું. એનઆરઆઇ થાપણો ડિસેમ્બર 2023ના ક્વાર્ટરમાં ગયા વર્ષના સમાન સમયગાળાના 89,315 કરોડ રૂપિયાથી સાધારણ ઘટીને રૂ. 86,635 કરોડ થી હતી. આ ઘટાડો રૂટિન ડિપોઝિટ અને ઉપાડના લીધે થયો હતો.
વિદેશમાં રહેતા ભારતીયો ભારતમાં વ્યાજદરની તુલનાએ તેઓ જે દેશમાં રહે છે તેના વ્યાજદરના આધારે ઘરે ફંડ મોકલે છે. હાલમાં અમેરિકામાં વ્યાજદર પાંચથી છ ટકાની વચ્ચે છે, જે ભારતની તુલનામાં થોડો ઓછો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ