દેશમાં કોરોનાના એક્ટિવ કેસમાં રાહત આપતો ઘટાડો જોવા મળ્યો છે.એક્ટિવ કેસમાં ફરી લાખથી વધુનું ગાબડું પડ્યું હોવાનું નોંધવામાં આવ્યું છે.દેશમાં 24 કલાકમાં 3.90 લાખ રિકવર થયા છે.24 કલાકમાં 2.68 લાખ નવા કેસ નોંધાયા છે.
એક્ટિવ કેસ હવે સવા બત્રીસ લાખ નજીક પહોંચ્યા છે.જ્યારે મૃત્યુઆંક હજુપણ ચિંતાજનક સ્તરે નોંધવામાં આવ્યો છે,24 કલાકમાં ફરી વધુ 4,525 મોત થતા ચિંતા ની સ્થિતિ હજુ પણ યથાવત રહી છે.આ સાથે કુલ મૃત્યુઆંક 2,83 લાખને પાર પર પહોંચ્યો છે.
વિવિધ રાજ્યોમાં કોરોનાના નવા કેસના આંકડા પર નજર કરીએ તો મહારાષ્ટ્રમાં 24 કલાકમાં જ 1,291ના મોત નિપજ્યા છે જેમાંસૌથી વધુ કર્ણાટકમાં 30.309 કેસ.મહારાષ્ટ્રમાં 28,438 કેસ, તામિલનાડુમાં 33,059 કેસ, કેરળમાં 31,337 કેસ, આંધ્રપ્રદેશમાં 21,320 કેસ, પશ્ચિમ બંગાળમાં 19,428 કેસ. ઓરિસ્સામાં 10,321 કેસ નોંધાયા છે.