જૂનાગઢ/ મૌલાનાના ભડકાઉ ભાષણનો વધુ વિડીયો આવ્યો સામે, અનેક જગ્યાએ ગુના નોંધાવાની શક્યતા

મુંબઈના રહેવાસી મૌલાના સલમાન અઝહરીના ભડકાઉ ભાષણનો વિડીયો ફરી એકવાર સામે આવ્યો છે, અત્યારે સોશિયલ મીડિયામાં આ જ વિડીયોની ચર્ચા થઇ રહી છે.

Top Stories Gujarat Others
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 02 06T144916.485 મૌલાનાના ભડકાઉ ભાષણનો વધુ વિડીયો આવ્યો સામે, અનેક જગ્યાએ ગુના નોંધાવાની શક્યતા

મુંબઈના રહેવાસી મૌલાના સલમાન અઝહરીના ભડકાઉ ભાષણનો વિડીયો ફરી એકવાર સામે આવ્યો છે, અત્યારે સોશિયલ મીડિયામાં આ જ વિડીયોની ચર્ચા થઇ રહી છે. આ પહેલીવાર નથી જયારે આવો વિવાદિત વિડીયો સામે આવ્યો હોય આ આગાઉ પણ મૌલાનાનો વિવાદિત ભાષણના વિડીયો સામે આવેલા છે. જો તાજેતરની વાત કરીએ તો તેને હિન્દુઓની સરખામણી કુતરા સાથે કરી હતી જે પછી FIR પણ નોધવામાં આવી હતી.

અત્યારે જુનાગઢના ભાષણનો એક વિડીયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર વ્યસનમુક્તિના નામ હેઠળ જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યાં ભડકાઉ ભાષણ આપતા ATS એ મુફ્તી સલમાનની ધરપકડ કરી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચને સોપ્યો છે.

આ અગાઉ પણ અનેક વખત મૌલાના એ ભડકાઉ ભાષણ આપ્યા છે, જે અંતર્ગત મોલાના સામે રાજ્યમાં અનેક જગ્યાએ ગુના નોંધાવાની શક્યતા સેવાઈ રહી છે. આ સાથે જ વિડીયોમાં આયોજક અઝીમ ઓડેદરા આ ભાષાણની મજા માણતા જોવા મળ્યા હતા. એવી પણ આશંકા કરવામાં આવી રહી છે કે આ સભા અરાજકતા માટે પૂર્વ આયોજિત કાવતરૂ હોવાની શંકા છે.મળતી માહિતી અનુસાર આયોજક અઝીમ મેમણ અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

  • જૂનાગઢઃ મોલાનાના ભડકાઉ ભાષણનો મામલો
  • મોલાનાના ભડકાઉ ભાષણનો વધુ વિડીયો આવ્યો સામે
  • જુનાગઢના ભાષણનો વિડીયો આવ્યો સામે
  • અનેક વખત મોલાનાએ કર્યા છે ભડકાઉ ભાષણ