પેટા ચૂંટણી/ 17-એપ્રિલે મોરવાહડફ વિધાનસભાની પેટાચૂંટણી, 23-માર્ચે જાહેરનામું પ્રસિદ્ધ

ગુજરાત વિધાનસભામાં મોરવાહડફ વિધાનસભાની ખાલી પડેલી બેઠક માટે 17-એપ્રિલે પેટાચૂંટણી યોજાશે. ચૂંટણીપંચ દ્વારા 23-માર્ચે આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થશે.

Gujarat Others Trending
votting 17-એપ્રિલે મોરવાહડફ વિધાનસભાની પેટાચૂંટણી, 23-માર્ચે જાહેરનામું પ્રસિદ્ધ

ભૂપેન્દ્ર ખાંટના નિધનના પગલે પેટાચૂંટણી

ભૂપેન્દ્ર ખાંટ અપક્ષ તરીકે ચૂંટાયા હતા

23-માર્ચે જાહેરનામું પ્રસિદ્ધ

જાહેરનામાની સાથે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા

પેટાચૂંટણી યોજવા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ

મોરવાહડફ બેઠક માટે કોંગ્રેસ-ભાજપ આમને-સામને

ચૂંટણી ન્યાયી વાતાવરણમાં યોજવા તંત્ર સજંજ

ગુજરાત વિધાનસભામાં મોરવાહડફ વિધાનસભાની ખાલી પડેલી બેઠક માટે 17-એપ્રિલે પેટાચૂંટણી યોજાશે. ચૂંટણીપંચ દ્વારા 23-માર્ચે આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થશે. જાહેરનામું પ્રસિદ્ધ થતાંની સાથે જ ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થશે. પંચમહાલજિલ્લા વહીવટીતંત્રએ પેટાચૂંટણીના આયોજનને આખરી ઓપ આપ્યો છે.

ગુજરાત વિધાનસભામાં મોરવાહડફ વિધાનસભા બેઠક આદિવાસી પ્રભુત્વ ધરાવે છે. રાજકીયપક્ષની દ્રષ્ટિએ કોંગ્રેસનો ગઢ મનાતો હતો. વિધાનસભાની ચૂંટણી સમયે વર્ષ-2012માં કોંગ્રેસના ઉમેદવાર સવિતાબેન ખાંટ વિજેતા થયા હતા. પરંતુ પરિણામ જાહેર થયું તે જ દિવસે સવિતાબેન ખાંટનું નિધન થતાં પેટાચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના ઉમેદવાર નિમિષા સુથાર વિજેતા થયા હતા. ત્યારબાદ વર્ષ-2017ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્ર ખાંટ વિજેતા બન્યા હતા. ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટે મેળવેલાં જાતિ પ્રમાણપત્રનો વિવાદ હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઇકોર્ટના અંતિમ ચૂકાદા પહેલાં ભૂપેન્દ્ર ખાંટનું પણ નિધન થતાં હવે પેટાચૂંટણી યોજવાની નોબત આવી છે. 17 એપ્રિલે આયોજીત પેટાચૂંટણી માટે 23 માર્ચે જાહેરનામું પ્રસિદ્ધ થતાં ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થશે.

જાહેરનામાની વિગત

જાહેરનામું પ્રસિદ્ધ થવાની તારીખ   –  23-માર્ચ-2021 . મંગળવાર

ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખ – 30 – માર્ચ – મંગળવાર

ઉમેદવારીપત્રની ચકાસણી      તારીખ – 31 – માર્ચ –  બુધવાર

ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ- 3 – એપ્રિલ – શનિવાર

મતદાન ——————- 17——એપ્રિલ——-શનિવાર

મતગણતરી—————-2——-મે————-રવિવાર

મોરવાહડફ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજવા પંચમહાલજિલ્લા કલેક્ટર અમિત અરોરાએ તૈયારીને આખરી ઓપ આપ્યો છે. મતદાન અઁગે કરેલાં આયોજનની વિગત અમિત અરોરાએ આપી હતી,

મોરવાહડફ વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ રાજકીયપક્ષે તૈયારી કરી જીતવાની કવાયત હાથ ધરી છે. પરંતુ ભૂપેન્દ્ર ખાંટની ખાલી પડેલી બેઠક પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર પર સ્થાનિક મતદારોની મીટ મંડાયેલી છે. હવે ઉમેદવારની કવાયત હાથ ધરાશે. ત્યારબાદ ચૂંટણીમાં મતદારોનો ઝોક કઇ બાજુ રહેશે. એ અંગે 2-મે-એ પરિણામ જાહેર થશે ત્યારે જ જાણી શકાશે.