Ahmedabad News/ માઉન્ટ કાર્મેલ સ્કૂલનો વિવાદ ફરી વકર્યો, વાલીઓ કરશે મુખ્યમંત્રીને રજૂઆત

માઉન્ટ કાર્મેલ સ્કુલનો વિવાદ ફરી વકર્યો છે. માઉન્ટ કાર્મેલ સ્કૂલ જર્જરીત હોવાને લઈને વિવાદ થયો હતો.

Top Stories Ahmedabad Gujarat
Cricket Tutorials YouTube Thumbnail 43 માઉન્ટ કાર્મેલ સ્કૂલનો વિવાદ ફરી વકર્યો, વાલીઓ કરશે મુખ્યમંત્રીને રજૂઆત

Ahmedabad News: માઉન્ટ કાર્મેલ સ્કુલનો વિવાદ ફરી વકર્યો છે. માઉન્ટ કાર્મેલ સ્કૂલ જર્જરીત હોવાને લઈને વિવાદ થયો હતો. સ્કૂલના વાલીઓ તેમની સમસ્યાને લઈને મુખ્યમંત્રીને કરશે રાજુવાત. શાળાનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ ફરી કરાવવા રજૂઆત કરી. માઉન્ટ કાર્મેલ શાળાના વાલીઓએ DEOને અગાઉ પણ રજૂઆત કરી હતી. સ્કૂલ જોખમી હોવાનું કહી બંધ કરવાનો તંત્ર દ્વારા પ્રયાસ હાથ ધરાયો હતો. માઉન્ટ કાર્મેલ શાળાનું સ્થળ બદલવા વાલીઓએ મંજૂરી માગી હતી. શાળાની સમસ્યાને લઈને વાલીઓમાં ઉગ્ર રોષ છે. શાળા સંચાલકો તેમની વાત કાને ના ધરતા વાલીઓ હવે મુખ્યમંત્રીને રજૂઆત કરશે.

jarja27 1707393968 માઉન્ટ કાર્મેલ સ્કૂલનો વિવાદ ફરી વકર્યો, વાલીઓ કરશે મુખ્યમંત્રીને રજૂઆત

સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદની આશ્રમ રોડ પરની માઉન્ટ કાર્મેલ સ્કૂલને લઈને ફરી વિવાદ થયો છે. અગાઉ 6 મહિના પહેલા શાળાનું બિલ્ડીંગ જર્જરીત હોવાના લીધે તેનું સ્થાન બદલાશે તેમ વાલીઓને જણાવવામાં આવ્યું હતું. જેના બાદ શાળા તરફથી અચાનક બિલ્ડીંગ બદલી વિદ્યાર્થીઓને અન્ય ટ્રાન્સફર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો .આ નિર્ણયનો વાલીઓએ વિરોધ કર્યો હતો.

6 મહિના પહેલા આ મામલે શાળાનું બિલ્ડીંગ બદલવાને લઈને શાળા સંચાલકો અને વાલીઓએ વચ્ચે બેઠકનો દોર થયો હતો. આ બેઠકમાં વાલીઓએ ભેગા મળી શાળાને 10 કરોડનું ફંડ આપવાની મદદ કરી હતી. વાલીઓને શાળાને મદદની સહાય કરવા આગળ આવ્યા હોવા છતાં સંચાલકો ગોળ-ગોળ જવાબ આપતા હતા. વાલીઓનો આરોપ છે કે શાળા આશ્રમ રોડ પર હોવાથી હવે સંચાલકો આ બિલ્ડીંગનું વ્યાવસાયિક બનાવવા માંગે છે. પરંતુ જો શાળાનું બિલ્ડીંગ અન્ય સ્થાન પર ખસેડવામાં આવે તો બાળકો સાથે વાલીઓને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડે. માઉન્ટ કાર્મેલ શાળાના સંચાલકોની દાદાગીરી સામે હવે વાલીઓ ચૂપ બેસીના રહેતા મુખ્યમંમત્રીને રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં 78મા સ્વાતંત્ર્ય દિવસની કરાઈ ઉલ્લાસભેર ઉજવણી

આ પણ વાંચો:અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા ઉતરી ગયા, દુર્ઘટના ટળી

આ પણ વાંચો:રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની કરી આગાહી