વડોદરા/ સાંસદ બનતા જ યુસુફ પઠાણ સપડાયા વિવાદમાં, VMCની જમીન પર કર્યો કબજો અને હવે….

પૂર્વ ક્રિકેટર અને TMC સાંસદ યુસુફ પઠાણ વિવાદમાં આવી ગયા છે.

Top Stories Gujarat Vadodara
YouTube Thumbnail 2024 06 13T195430.374 સાંસદ બનતા જ યુસુફ પઠાણ સપડાયા વિવાદમાં, VMCની જમીન પર કર્યો કબજો અને હવે....

Vadodara News: પૂર્વ ક્રિકેટર અને TMC સાંસદ યુસુફ પઠાણ વિવાદમાં આવી ગયા છે. સરકારે જમીન ફાળવણીની દરખાસ્ત નકારી હોવા છતાં, યુસુફ પઠાણે તાંદલજામાં તેમના ઘરની બાજુમાં આવેલા પ્લોટ પર દિવાલ અને તબેલો બનાવ્યો હતો. 2012માં યુસુફ પઠાણે જમીન વેચવાની માંગણી કરી હતી.

જો કે આ દરખાસ્ત પણ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. પૂર્વ કોર્પોરેટર વિજય પવારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પત્ર લખીને યુસુફ પઠાણ પાસેથી પ્લોટ પરત ખેંચવાની માગ કરી હતી. જોકે હવે યુસુફ પઠાણે કોર્પોરેશનના પ્લોટને પોતાના મકાનમાં સમાવી લીધો છે.

ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણે કોર્પોરેશનના પ્લોટ પર કબજો કરી લેતા ચારેબાજુ વિવાદ સર્જાયો છે. કોર્પોરેશને જમીન યુસુફને આપવાનું નક્કી કર્યું પરંતુ રાજ્ય સરકારે ના પાડી. ના પાડવા છતાં યુસુફ પઠાણે જમીન પર દિવાલ અને તબેલો બનાવ્યો હતો. તાંદલજામાં તેમના ઘરની બાજુમાં આવેલ પ્લોટ પર બળજબરીથી કબજો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

યુસુફ પઠાણે 2012માં જમીન વેચવા માંગણી કરી હતી.આ દરખાસ્ત પણ પાલિકાની સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. 978 ચોરસ મીટર જમીન રૂ. 57,270 પ્રતિ ચોરસ મીટરના પ્રીમિયમ પર ફાળવવામાં આવી હતી. પૂર્વ કોર્પોરેટર વિજય પવારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પત્ર લખીને યુસુફ પઠાણ પાસેથી પ્લોટ પરત કરવાની માંગ કરી છે. જો કે યુસુફ પઠાણે કોર્પોરેશનના પ્લોટને પોતાના મકાનમાં સમાવી લીધો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ

આ પણ વાંચો: મહેસાણાનાં વિજાપુરમાં તસ્કરોનો આતંક, લાખો રૂપિયાની લૂંટ

આ પણ વાંચો: જામનગરમાં અંગત અદાવતમાં યુવાનની ઘાતકી હત્યા

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન LLMની 6 કોલેજોની માન્યતા રદ કરાઈ