જો તમે 10 મેના રોજ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુસાફરી કરવા જઈ રહ્યા છો, તો આ સમાચાર ચોક્કસ વાંચો. મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) 10 મેના રોજ થોડા કલાકો માટે બંધ રહેશે. ચોમાસા પૂર્વે જાળવણી અને સમારકામની કામગીરી માટે તેને છ કલાક માટે બંધ રાખવામાં આવી રહ્યું છે.
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે. CSMIA એ ટ્વિટ કર્યું કે, ‘મુંબઈ એરપોર્ટ RWY 14/32 અને 09/27 ના બંને રનવે ચોમાસા પૂર્વે જાળવણી અને સમારકામ માટે 10મી મે 2022ના રોજ બંધ રહેશે.
10 મે 2022 ના રોજ સાંજે 5 વાગ્યાથી કામગીરી સામાન્ય રીતે ફરી શરૂ થશે. તેથી, મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ 10મી મે ની તેમની નિર્ધારિત ફ્લાઇટ પર તેમની સંબંધિત એરલાઇન સાથે તપાસ કરે. ધ્યાન રાખો કે રનવે બંધ કરવો એ વાર્ષિક કવાયત છે. આ કામગીરીને જાળવવામાં અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. એક નોટમ, એટલે કે એરમેનને નોટિસ, તમામ એરલાઇન્સને પહેલેથી જ જારી કરવામાં આવી છે. 10 મે 2022 ના રોજ સાંજે 5 વાગ્યાથી બે રનવે પર જાળવણી કાર્ય પૂર્ણ થશે, ત્યારબાદ સામાન્ય કામગીરી ફરી શરૂ થશે.
મુસાફરોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે, મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટે સંબંધિત એરલાઈન્સ સાથે 10 મે ની ફ્લાઈટની વિગતો તપાસવાની સલાહ આપી છે.
આ પણ વાંચો:જેલમાંથી છૂટ્યા બાદ મેવાણી વધુ આક્રમક બન્યા, દલિતોના સમર્થનમાં ગુજરાત બંધની ચેતવણી