મુંબઈ,
મુંબઈમાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. પૂરા શહેરમાં પૂર જેવી પરીસ્થિતિ જેવા હાલાત થઇ ગયા છે. મુંબઈમાં સતત વરસાદ પડવાના લીધે ઠેરઠેર પાણી ભરાઈ જવાથી ટ્રેનોસાઈ ગઈ છે. રેલવેના જણાવ્યા મુજબ 12928 વડોદરા એક્સપ્રેસ ટ્રેન પાણીમાં ડૂબી જવાથી નાલાસોપારા અને વિરાર વચ્ચે ફસાઈ ગઈ છે.
આ ઘટનાને લઈને યાત્રીઓને ટ્રેનમાંથી સુરક્ષિત નીકાળવા માટે સ્થળ પર NDRF અને કોસ્ટ ગાર્ડની મદદ માટે રેલવેએ સંપર્ક કર્યો છે. ટ્રેનમાં ફસાયેલા યાત્રીઓ માટે નાસ્તાના પેકેટો પણ મોકલવામાં આવ્યા છે.
મુંબઇ તરફ જતી મહત્તમ ટ્રેનોને ઉમરગામ સુધી અલગ અલગ સ્ટેશનો પર અટકાવાઈ ગઈ છે. સવારે 7 વાગ્યે વલસાડ થી પસાર થતી અગસ્ત ક્રાંતિને વલસાડ સ્ટેશન પર અટકાવાઈ ગઈ છે. મહત્તમ ટ્રેનો માત્ર ઉમરગામ સ્ટેશન સુધી જઇ શકશે.
મુંબઈ, પાલઘર, થાણે અને નવી મુંબઈમાં છેલ્લાં 5 દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે. મંગળવારે સવારે પણ ભારે વરસાદના કારણે હિંદમાતા, કોલાબા, માર્ટુંગા, દાદર, સાંતાક્રૂઝ અને સાયનમાં પાણી ભરાઈ ગયા છે.
ટ્રેન નંબર- 19115, દાદર-ભુજ એક્સપ્રેસઃ 15.05 વાગ્યે રવાના થવાની હતી, હવે તે 16.05 વાગ્યે ઉપડશે.
ટ્રેન નંબર- 12989, દાદર-અજમેર એક્સપ્રેસઃ 14.35 વાગ્યે રવાના થતી હતી, હવે તે 15.35 વાગ્યે ઉપડશે.
ટ્રેન નંબર- 12931, મુંબઈ સેન્ટ્રલ- અમદાવાદ ડબલ ડેકર, 14.20 વાગ્યે ઉપડવાની હતી, હવે 15.20 વાગ્યે ઉપડશે.
ટ્રેન નંબર – 12933, મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ, 13.40 વાગ્યે ઉપડવાની હતી, જે હવે 14.30 વાગ્યે ઉપડશે.
નાલા સોપાર રેલવે સ્ટેશનના ટ્રેક પર સતત બીજા દિવસે પણ પાણી ભરાઈ ગયા હોવાથી વેર્સ્ટન રેલવે લાઈન પર વાહનવ્યવહાર પર અસર થઈ છે.