નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહનું સોંગ ‘ખ્યાલ રખ્યા કર’ રિલીઝ થયું છે. આ સોંગને નેહા કક્કરે અવાજ આપ્યો છે અને રજત નાગપાલે મ્યુઝિક આપ્યું છે. આ સોંગના લિરિક્સ બબ્બુએ લખ્યા છે, આ સોંગ નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ પર શૂટ કરવામાં આવ્યું છે. આ સોંગનું નિર્દેશન અગમ મન અને અઝીમ મને કર્યું છે. આ અગાઉ નેહાએ એક ફોટો શેર કર્યો હતો જેમાં રોહનપ્રીત પ્રેમથી તેની પત્નીના કપાળ પર કિસ કરતો જોવા મળ્યો હતો.
નેહાએ બેબી બમ્પ ફ્લોન્ટ કરતો શેર કર્યો ફોટો
આપને જણાવી દઈએ કે નેહા કક્કર અને તેના પતિ રોહનપ્રીત સિંહે શુક્રવારે તેમના પહેલા બાળકના સમાચારથી બધાને ચોંકાવી દીધા હતા. હકીકતમાં, બંનેએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી હતી, જેના કારણે ચાહકો અનુમાન લગાવી રહ્યા હતા કે નેહા ગર્ભવતી છે. તે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. જાણીતા સેલેબ્સ પણ તેમને તેમની પોસ્ટ પર અભિનંદન આપી રહ્યા હતા.
જો કે, બાદમાં નેહાએ ફરી એકવાર ચાહકોને મૂંઝવણમાં મૂકી દીધા છે. તેણીએ એક નવી પોસ્ટ શેર કરી હતી, તેના પતિ રોહનપ્રીત સિંહ સાથે નવું ગીત ‘ખ્યાલ રખ્યા કર’ ની ઘોષણા કરી હતી, ગીત હવે રિલીઝ થયું છે, હવે જોવાનું એ છે કે શું નેહા ખરેખર ગર્ભવતી છે કે કેમ?
લગ્ન પહેલા રિલીઝ થયું હતું નેહુ દા બ્યાહ સોંગ
રોહનપ્રીત સાથે નેહા કક્કરનું ‘નેહુ દા બ્યાહ સોંગ’ પહેલું ગીત છે. આ જોડી પ્રેક્ષકોની ઘણી પ્રશંસા લૂંટી હતી. જે બાદ સિંગરે ઓક્ટોબર મહિનામાં રોહનપ્રીત સાથે લગ્ન કર્યા. તે લગ્ન પછી બંનેએ દુબઈમાં તેમનું હનિમૂન પણ મનાવ્યું. તેની દરેક તસવીર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ હતી.
રોહન પ્રીત સિંહ ગયા વર્ષના ‘ઇન્ડિયાઝ રાઇઝિંગ સ્ટાર’ની ત્રીજી સિઝનમાં સ્પર્ધક તરીકે દેખાયો હતો. આ ઉપરાંત એણે વેડિંગ રિયાલિટી શૉ ‘મુઝસે શાદી કરોગે’માં પણ સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. આ શૉ ‘બિગ બોસ 13’ની સ્પર્ધક રહી ચૂકેલી શહનાઝ ગિલને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવ્યો હતો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…