સમગ્ર દેશમાં કોરોના વાયરસ લોકો માટે કાળ બની ગયો છે અને આ જીવલેણ વાયરસના કારણે અત્યારસુધીમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના પરિવારજનો ગુમાવ્યા હ, ત્યારે આ વિપરીત સ્થિતિમાં મ્યુઝિક થેરાપીનો નવો અભિગમ કારગર નીવડ્યો છે.
રાજ્યના અમદાવાદ શહરમાં સમરસમાં દિવસભર ગીત-સંગીતની ધૂન વાગતી રહી છે અને ગીત-સંગીતની ધૂન કાઉન્સેલિંગ ટીમના સભ્ય મેહુલ વાઘેલા દ્વારા સતત ચલાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો : હળવદ હાઇવે ઉપર ટ્રક પાછળ ટ્રક ઘુસી જતા એક વ્યક્તિનું મોત
મેહુલ વાઘેલા પહેલા કોરોનાના દર્દીઓને મ્યુઝીક થેરાપી આપતા હતા, ત્યારબાદ હવે મ્યુકોરમાઈકોસીસના દર્દીઓને મ્યુઝિક થેરાપી આપે છે. મેહુલ વાઘેલા અંગે વાત કરીએ તો, સૌથી પહેલા તેઓ દર્દીઓની સંભાળ દરમિયાન તેમના પિતાને તેઓ ગીત ગાઈ સંભળાવતા હતા, ત્યારબાદ આ અંગેની જાણકારી પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલને મળી હતી. પછીથી તેઓએ મેહુલની ગીતસંગીતની સાધના જોઇને ગોહિલે તેમને કાઉન્સેલિંગ ટીમમાં સામેલ કરી સંગીત થેરાપી આપવાનું નવું કામ સોંપ્યું હતું. .
આ દરમિયાન મેહુલ સમરસમાં રોજબરોજ દર્દીઓને તેમના મનપસંદ ગીતો ગાઈ સંભળાવી સાથે ગિટાર વગાડતા હતા, જેનાથી દર્દીઓ પણ સુરમાં સુર મિલાવી, તાળીઓના તાલે જુમતા હતા અને જેનાથી તેઓનું દર્દ ભુલાઈ જાય. આમ જોઈએ તો, આ મ્યુઝીક થેરાપી દર્દીઓ પર કારગર નીવડતી જોવાઈ રહી છે.
આ પણ વાંચો :પતિને બદનામ કરવા પત્નીએ કર્યું આવું કામ, ક્યાંય મોઢું બતાવવાને લાયક ન છોડ્યો
આપને જણાવી દઈએ કે, મેહુલ વાઘેલા એ મૂળ સંગીતના શિક્ષક છે અને રાષ્ટ્રીય શાળા તેમજ સર્વોદય સ્કૂલમાં સંગીત શિક્ષક તરીકે કાર્યરત હતાં, પરંતુ આ કોરોનાના કપરા કાળમાં સ્કૂલ બંધ થઇ જતા તેઓનું કામ બંધ થઇ ગયું હતું, ત્યારબાદ તેઓએ સમરસમાં એટેન્ડન્ટ તરીકે કામ મેળવ્યું હતું. મેહુલ ગિટાર ઉપરાંત હાર્મોનિયમ, કી-બોર્ડ અને તબલા પણ વગાડી જાણે. તબલામાં 4 વર્ષનો કોર્સ કરેલો છે અને લાઈવ પર્ફોમન્સ આપે ત્યારે 3 કલાક જેટલો સમય ગીતો ગાઈ શકે છે તેમ મેહુલ જણાવે છે. તેના ફેવરિટ સિંગર સોનુ નિગમ છે જ્યારે ભજનોમાં શ્રીનાથજી સહિત અનેક ભજનો તેઓ ગાઈ શકે છે.
આ પણ વાંચો : 36 શહેરોમાં રાત્રિ કર્ફયૂનાં સમયમાં ફેરફાર, જાણો કેટલા વાગ્યાથી લાગુ થશે